દક્ષિણ-પૂર્વ દિલ્હીના જૈતપુર એક્સટેન્શનમાં આવેલી નીમા હોસ્પિટલમાં ગુરુવારે 50 વર્ષીય ડોક્ટર જાવેદ અખ્તરની તેમની કેબિનની અંદર બે કિશોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. પોલીસે શંકાસ્પદ પૈકી એકની અટકાયત કરી હતી, જેને ખુલાસો કર્યો હતો કે તેને એક નર્સના પતિ દ્વારા રાખવામાં આવ્યો હતો, જેને અખ્તરને તેની પત્ની સાથે અફેર હોવાની શંકા હતી.
સગીર શંકાસ્પદ, જે કથિત રીતે નર્સની પુત્રી સાથે પ્રેમમાં હતો. તેને દાવો કર્યો હતો કે મહિલાનાં પતિએ તેને વચન આપ્યું હતું કે જો તે ડોક્ટરને મારી નાખશે તો તેની પુત્રીને તેની સાથે પરણાવી આપશેએક વરિષ્ઠ પોલીસ અધિકારીનાં જણાવ્યાં અનુસાર આરોપી છોકરાએ મહિલાનાં પતિનાં એટીએમ ખાતામાંથી પૈસા પણ ઉપાડી લીધાં હતા. હાલ પોલીસ આરોપીઓના દાવાઓની તપાસ કરી રહી છે.