ભારતનો ટેસ્ટ અને ODI કેપ્ટન રોહિત શર્મા ઓસ્ટ્રેલિયામાં પહેલી ટેસ્ટમાંથી બહાર થઈ શકે છે. તેણે BCCIને જાણ કરી છે કે અંગત કારણોસર તેના માટે પ્રથમ બે ટેસ્ટમાંથી કોઈપણમાં રમવું મુશ્કેલ છે. જો સિરીઝની શરૂઆત પહેલાં અંગત મામલો ઉકેલાઈ જશે તો તે તમામ મેચ રમશે.ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે 5 ટેસ્ટની બોર્ડર ગાવસ્કર સિરીઝ 22 નવેમ્બરથી શરૂ થવાની છે. પ્રથમ મેચ પર્થમાં રમાવાની છે. વિરાટ કોહલી અને અજિંક્ય રહાણેની આગેવાનીમાં ભારતે ઓસ્ટ્રેલિયામાં છેલ્લી 2 ટેસ્ટ શ્રેણી જીતી હતી.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, BCCIના સૂત્રોએ જણાવ્યું કે રોહિતે પોતાની અંગત સમસ્યા અંગે બોર્ડને પહેલાથી જ જાણ કરી દીધી છે. રોહિતે કહ્યું છે કે તે પ્રથમ બે ટેસ્ટમાંથી એકમાંથી બહાર થઈ શકે છે. જો સમસ્યાનો ઉકેલ આવશે તો તે આખી સિરીઝ રમશે.ટીમ ઈન્ડિયા 3 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ રમવા જઈ રહી છે. પ્રથમ મેચ 22 નવેમ્બરથી પર્થમાં અને બીજી મેચ 6 ડિસેમ્બરથી એડિલેડમાં રમાશે. આ પહેલાં ટીમ 16 ઓક્ટોબરથી ભારતમાં ન્યૂઝીલેન્ડ સામે 3 ટેસ્ટ મેચની સિરીઝ પણ રમશે. ટીમ ઈન્ડિયા 2014 બાદ ઓસ્ટ્રેલિયા સામે કોઈ ટેસ્ટ સિરીઝ હારી નથી. આ દરમિયાન ટીમે વિરાટ કોહલીના નેતૃત્વમાં 2 સિરીઝ જીતી હતી.