કોલકાતા રેપ-હત્યા મામલે સુપ્રીમ કોર્ટ મંગળવારે સુનાવણી કરશે. 30 સપ્ટેમ્બરે થયેલી સુનાવણીમાં CJI બેન્ચે નેશનલ ટાસ્ક ફોર્સ પાસેથી કેસનો સ્ટેટસ રિપોર્ટ માંગ્યો હતો. છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે સીબીઆઈને પૂછ્યું હતું કે આરજી કર કેસની તપાસ પ્રક્રિયા કેટલી આગળ વધી છે. CJIએ તપાસ હેઠળના લોકોના નામોની યાદી કોર્ટને સોંપવાનો પણ નિર્દેશ આપ્યો હતો. 14 ઓક્ટોબરે સીનિયર વકીલ ઈન્દિરા જય સિંહે માંગ કરી હતી કે મામલો ગંભીર બની ગયો છે, તેથી તેની સુનાવણી વહેલી થવી જોઈએ. જેના પર કોર્ટે આજની તારીખ માટે યાદી આપવાનું કહ્યું હતું.
ભૂખ હડતાળ પર બેઠેલા 4 ડોકટરોની હાલત બગડ્યા બાદ ડોકટરો પર નજર રાખવામાં આવી રહી છે.એક જુનિયર ડોકટરના લોહીના નમૂના લઇ રહ્યા છે .કોલકાતામાં ટ્રેઈની ડોક્ટરનો રેપ-હત્યાના વિરોધમાં ડોક્ટરોનું પ્રદર્શન ચાલુ છે. 5 ઓક્ટોબરથી ચાલી રહેલા આમરણાંત ઉપવાસનો આજે 10મો દિવસ છે. TMC સાંસદ કલ્યાણ બેનર્જીએ ભૂખ હડતાળને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, જેનાથી વિવાદ સર્જાયો છે. કલ્યાણે તેને હોસ્પિટલમાં દાખલ થવાની ભૂખ હડતાળ ગણાવી હતી. 14 ઓક્ટોબરે અન્ય એક ડોક્ટરની તબિયત બગડતાં તેમને CCUમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભૂખ હડતાળના કારણે અત્યાર સુધીમાં 4 ડોક્ટરોની તબિયત લથડી છે.