હવે દિલ્હીથી લંડન જતી વિસ્તારાની ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળી છે. સોશિયલ મીડિયા પર ધમકીઓ મળ્યા બાદ શુક્રવારે મોડી રાત્રે પ્લેનને જર્મનીના ફ્રેન્કફર્ટ તરફ ડાયવર્ટ આવ્યું હતું. બોઇંગ 787 ફ્લાઇટ સ્થાનિક સમય અનુસાર રાત્રે 9.02 કલાકે જર્મનીના ફ્રેન્કફર્ટમાં ઉતરી હતી. આ પછી તરત જ પ્લેનની તપાસ શરૂ કરવામાં આવી હતી પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. તપાસ પ્રક્રિયા પૂર્ણ કરવામાં અઢી કલાકનો સમય લાગ્યો હતો
નોંધનિય છે કે, છેલ્લા 6 દિવસમાં ભારતીય વિમાનો પર બોમ્બની ધમકીની આ 22મી ઘટના છે. આ પહેલા ગુરુવારે વિસ્તારા અને ઈન્ડિગો એરલાઈન્સની બે ઈન્ટરનેશનલ ફ્લાઈટને બોમ્બની ધમકી મળી હતી. બુધવારે ઈન્ડિગો, સ્પાઈસ જેટ અને અકાસાની 7 ફ્લાઈટમાં બોમ્બની ધમકીઓ મળી હતી. ભારતીય એરલાઇન્સ દ્વારા સંચાલિત લગભગ એક ડઝન ફ્લાઇટ્સને પણ મંગળવાર અને બુધવારે સમાન ધમકીઓ મળી હતી. એરલાઈન અનુસાર જર્મનીના ફ્રેન્કફર્ટથી મુંબઈ આવી રહેલી વિસ્તારા એરલાઈનની ફ્લાઈટને બોમ્બની ધમકી મળી હતી. આ પછી ગુરુવારે વિમાનને ઇમરજન્સી સ્થિતિમાં મુંબઈ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું હતું.