પૉપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI)ને લઇને EDની તપાસમાં મોટા ખુલાસા થયા છે. EDએ ચાર વર્ષની તપાસ બાદ તૈયાર કરેલા ડોઝિયરથી ખબર પડે છે કે PFIના કેરળ, કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા, દિલ્હી, રાજસ્થાન, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ, આસામ, જમ્મુ કાશ્મીર અને મણિપુરમાં હજારો સભ્ય અને ઓફિસ છે.
EDના ડોઝિયર અનુસાર, આ સંગઠનને જુલાઇ 2022માં પીએમ મોદીની હત્યાના નિષ્ફળ પ્રયાસ બાદ ગેરકાયદેસર ગતિવિધિ અધિનિયમ હેઠળ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. તપાસમાં ખબર પડી કે તેના સિંગાપુર અને પાંચ ખાડી દેશોમાં 13 હજાર સભ્ય છે, જ્યાંથી અજાણ્યા દાનવીરો પાસેથી કેસ પૈસા ભેગા કરવામાં આવે છે અને હવાલાના માધ્યમથી ભારત મોકલવામાં આવે છે. તે બાદ ટ્રસ્ટ અને સંસ્થાઓના 29 બેન્ક ખાતામાં કેસ જમા કરવાની રમત રમાય છે.
અલગ અલગ એજન્સીઓએ ગત કેટલાક વર્ષોમાં 26 ટોચના પદાધિકારીઓની ધરપકડ કરી છે. આટલું જ નહી, ભારત અને વિદેશોમાં તેમની સંપત્તિઓ અને બેન્ક ખાતાને પણ જપ્ત કર્યા છે. તપાસ દરમિયાન કેરળમાં એક આતંકવાદી શિબિરની પણ ખબર પડી છે. EDના ડોઝિયરમાં કહેવામાં આવ્યું કે આ સંગઠન દિલ્હી રમખાણ, હાથરસમાં અશાંતિ અને જુલાઇ 2022માં પટણામાં પોતાની રેલી દરમિયાન પીએમ મોદીનો જીવ લેવાના પ્રયાસમાં સામેલ હતું.
EDએ આગળ કહ્યું કે કેરળના કન્નુર જિલ્લાના નારથમાં એક હથિયાર ટ્રેનિંગ શિબિર પણ તપાસ દરમિયાન મળી હતી અને ત્યાં PFI ફિઝિકલ એજ્યુકેશનની આડમાં વિસ્ફોટક અને હથિયારોના ઉપયોગની ટ્રેનિંગ આપતું હતું. અત્યાર સુધી મની ટ્રેલથી PFI અને તેના સહયોગીઓ તરફથી 94 કરોડ રૂપિયાથી વધુની રકમ જમા કરવાનો ખુલાસો થયો છે. EDએ 57 કરોડ રૂપિયાની 35 સંપત્તિઓને ક્રાઇમની આવક ગણાવતા જપ્ત કરી છે.
EDએ ડોઝિયરમાં એમ પણ જણાવ્યું કે આ સંગઠન કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરબ અને યુએઇમાં સક્રિય છે, જ્યાંથી તેના મોટાભાગના ફંડ જમા થાય છે. એજન્સીએ કહ્યું, “PFIએ ખાડી દેશોમાં રહેનારા પ્રવાસી મુસ્લિમ પ્રવાસીઓ માટે જિલ્લા કાર્યકારી સમિતિની પણ રચના કરી રાખી છે. અહીં વિદેશોમાં પૈસા ભેગા કરે છે અને ભારતમાં આતંકી ગતિવિધિ માટે તેનો ઉપયોગ કરી રહ્યું છે.” મહત્ત્વપૂર્ણ છે કે ડિસેમ્બર 2020માં EDએ કેમ્પસ ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (CFI)ના મહાસચિવ કેએ રઉફ શેરિફની ધરપકડ કરી હતી. અહીંથી ED અને અ્ય એજન્સીઓએ PFI વિરૂદ્ધ તપાસ શરૂ કરી હતી જેથી તેના પુરા નેટવર્ક અને નાણાના સ્ત્રોતને શોધી શકાય.






