Saturday, July 5, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમદાવાદ : ક્રેટા કાર હવામાં ઊડીને સામેથી આવતા એક્ટિવા સાથે અથડાઈ, બે યુવકોનાં ઘટનાસ્થળે જ મોત

કારચાલક ઝાક ગામથી નશાની હાલતમાં ગાડી લઈને નીકળ્યો હતો.

dharmendravaghela by dharmendravaghela
2024-12-02 12:03:05
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમદાવાદ શહેરમાં પીધેલા કારચાલકોને પોલીસનો કે કાયદાનો કોઈ ડર જ ન હોય તે રીતે એક બાદ એક અકસ્માત સર્જી રહ્યા છે. શહેરના નરોડા દહેગામ રોડ પર એક કારના ચાલકે ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં બેફામ ડ્રાઈવિંગ કરી અકસ્માત સર્જતા બે નિર્દોષ યુવકોના જીવ ગયા છે. કારચાલક એટલી સ્પીડમાં હતો કે, ડિવાઈડરની જગ્યા પર મૂકેલા પથ્થરો કૂદી કાર હવામાં ફંગોળાઈ હતી અને સામેની બાજુએ આવી રહેલા એક્ટિવાને ટક્કર મારતા બે યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. સ્થાનિક લોકોએ જ્યારે કારના ચાલકને ઝડપ્યો ત્યારે તે નશાની હાલતમાં હતો અને લથડિયાં ખાતો હતો. પોલીસે હાલ કારચાલકને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.
દહેગામ નરોડા હાઇવે પર ગઈકાલે રાતના સમયે એક્ટિવ ઉપર બે યુવકો જઈ રહ્યા હતા તે દરમિયાન એક સફેદ કલરની ક્રેટા ડિવાઈડરની જગ્યાએ મૂકેલા પથ્થરો કૂદીને રોંગ સાઈડ પર આવી હતી જેણે એક્ટિવા ચાલકોને ટક્કર મારી હતી. ક્રેટા કારની ટક્કરથી બંને એક્ટિવા ચાલકો પટકાયા હતા જેથી બંને યુવકોના સ્થળ પર જ મોત થયા હતા. આસપાસના લોકોએ ક્રેટા ગાડીના ડ્રાઇવર ગોપાલ પટેલને ગાડીમાંથી બહાર કાઢીને માર માર્યો હતો. ત્યારબાદ ગોપાલને પોલીસને સોંપી દીધો હતો.
અમદાવાદ ગ્રામ્ય DSP ઓમ પ્રકાશ જાટે જણાવ્યું હતું કે કારચાલક દારૂના નશામાં હતો. કારચાલક ઝાક ગામથી નશાની હાલતમાં ગાડી લઈને નીકળ્યો હતો. નરોડા તરફ જતા કારચાલકે રસ્તામાં રિક્ષાને ઓવરટેક કરવા જતા કાર ડિવાઈડર પર ચઢીને સામેના રોડ તરફ જતી રહી હતી અને સામેના રોડ પર એક્ટિવા પર આવેલા બે યુવકોને ટક્કર મારતા બંનેના સ્થળ પર જ મોત થયા હતા. બનાવની જાણ થતા કણભા પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો પણ ગુનો નોંધવામાં આવ્યો છે.

Tags: 2 dieAhmedabadcreta crashes activa
Previous Post

પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના નિવેદન પર પંજાબમાં હોબાળો

Next Post

ભાવનગરમાં પાનવાડી રોડ, ST સ્ટેન્ડ આસપાસના દબાણો દુર કરવામાં આવ્યાં

dharmendravaghela

dharmendravaghela

Related News

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,
તાજા સમાચાર

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,

July 4, 2025
કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો
તાજા સમાચાર

કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો

July 4, 2025
સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ
તાજા સમાચાર

સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ

July 4, 2025
Next Post
ભાવનગરમાં પાનવાડી રોડ, ST સ્ટેન્ડ આસપાસના દબાણો દુર કરવામાં આવ્યાં

ભાવનગરમાં પાનવાડી રોડ, ST સ્ટેન્ડ આસપાસના દબાણો દુર કરવામાં આવ્યાં

ભાવનગરની સરકારી મેડિકલ કોલેજ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન

ભાવનગરની સરકારી મેડિકલ કોલેજ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.