Thursday, January 15, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જૂનાગઢ-વેરાવળ હાઇવે પર અકસ્માતમાં સાત લોકોનાં મોત

બે કાર વચ્ચે ટક્કર થતાં ગેસનો બાટલો ફાટતાં બાજુના ઝુંપડામાં પણ આગ લાગી

dharmendravaghela by dharmendravaghela
2024-12-09 11:51:47
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

જૂનાગઢના માળિયા હાટીયા પાસે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. બે કાર વચ્ચે ટક્કર થતાં સાતના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. આ કાર ગેસવાળી હોવાનું કહેવાય છે. તેના લીધે અકસ્માત થતાં ગેસનો બાટલો ફાટ્યો હતો.
મળતી માહિતી મુજબ જૂનાગઢ-વેરાવળ હાઇવે પર ભંડુરી ગામ પાસે બે કારા વચ્ચે ટક્કર થતાં એક કારમાં આગ લાગી ગઇ હતી. કાર સળગતા ગેસનો બાટલો ફાટ્યો હતો, જેના કારણે રોડની સાઇડમાં રહેલાં એક ઝુપડામાં પણ આગ લાગી ગઇ હતી. આ ગંભીર અકસ્માતમાં સાત લોકોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને બચાવ કામગીરી હાથ ધરી છે. સાત લોકોના મોતથી જેતપુર- સોમનાથ હાઈવે પર હૃદયદ્વાવક દ્રશ્યો સર્જાયો હતો. તમામ મૃતકોના મૃતદેહને માળિયા હાટિના સરકારી હોસ્પિટલ લઇ જવાયા છે. અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે હજુ કોઈ માહિતી મળી નથી. અકસ્માતની જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને તપાસ હાથ ધરી છે. અકસ્માતના કારણે રસ્તા પર ટ્રાફિક જામ પણ થયો હતો.
રાજ્યમાં બનતી અકસ્માતની જીવલેણ ઘટનાઓ દર્શાવે છે કે વાહનચાલકો કેવા બેફામ છે. આ અકસ્માત સર્જનારાઓ તો તેમની ભૂલ થઈ અને વીમો આપી છૂટી જશે, પરંતુ જેના કુટુંબીઓએ જીવનનો આધાર ગુમાવ્યો તેમનું શું થશે. વાસ્તવમાં દરેક અકસ્માત સર્જનાર વાહન ચાલકના માથા પર તેના લીધે જેનું મોત થયું હોય તેના કુટુંબની આખી જવાબદારી કાયમ માટે સુપ્રદ કરવામાં આવે ત્યારે જ આ સમસ્યાનો ઉકેલ આવશે. બે-ચાર લાખ રૂપિયાના વળતરમાં કોઈનું દળદર નહીં ફીટે. જ્યાં સુધી અકસ્માત સર્જનારના માથા પર તેના લીધે મૃત્યુ પામનારના કુટુંબની સમગ્ર જવાબદારી નહીં આવે ત્યાં સુધી આ સિલસિલો નહીં અટકે.

Tags: 7 diecar accidentjunagadh-veraval highwaymaliya hatina
Previous Post

બંગાળમાં ઘરમાં દેશી બોમ્બ બનાવતા બ્લાસ્ટ : ત્રણના મોત

Next Post

ગુજરાતની 157 નગરપાલિકામાં હડતાળની ચીમકી

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાનનું એરસ્પેસ બંધ થતા એર ઈન્ડિયા, ઈન્ડિગો અને સ્પાઈસજેટ જેવી એરલાઈન્સની અનેક ફ્લાઈટ્સ રદ
તાજા સમાચાર

ઈરાનનું એરસ્પેસ બંધ થતા એર ઈન્ડિયા, ઈન્ડિગો અને સ્પાઈસજેટ જેવી એરલાઈન્સની અનેક ફ્લાઈટ્સ રદ

January 15, 2026
ભોપાલમાં ટ્રેક્ટર અને લોડીંગ વાહન વચ્ચે અકસ્માતમાં પાંચ લોકોના મોત
તાજા સમાચાર

ભોપાલમાં ટ્રેક્ટર અને લોડીંગ વાહન વચ્ચે અકસ્માતમાં પાંચ લોકોના મોત

January 15, 2026
ગ્રીનલેન્ડને અમેરિકાથી બચાવવા NATOના છ દેશ સજ્જ
આંતરરાષ્ટ્રીય

ગ્રીનલેન્ડને અમેરિકાથી બચાવવા NATOના છ દેશ સજ્જ

January 15, 2026
Next Post
ગુજરાતની 157 નગરપાલિકામાં હડતાળની ચીમકી

ગુજરાતની 157 નગરપાલિકામાં હડતાળની ચીમકી

નવસારીના દરગાહ રોડ પાસે જૂથ અથડામણમાં પથ્થરમારો

નવસારીના દરગાહ રોડ પાસે જૂથ અથડામણમાં પથ્થરમારો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.