Thursday, June 11, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

UPDATE: જયપુરમાં DPS સ્કૂલ પાસે ગેસ ટેન્કરમાં વિસ્ફોટ: 7 લોકો જીવતા ભૂંજાયા, 35થી વધુ દાઝ્યા

40 વાહનોમાં આગ, ફેક્ટરી પણ બળીને ખાખ; અજમેર હાઈવે બંધ

dharmendravaghela by dharmendravaghela
2024-12-20 12:40:02
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

આજે સવારે જયપુરના ભાંકરોટામાં અજમેર હાઇવે પર દિલ્હી પબ્લીક સ્કુલની સામે કેમિકલ ભરેલા ટેન્કરને ટ્રકે ઠોકર મારતા કેમિકલ ભરેલા ટેન્કરમાં ભયાનક વિસ્ફોટ થયો હતો અને આગ લાગતા તેની ઝપટમાં આવેલા 40 જેટલા વાહનો ખાખ થયા હતા. આ દુર્ઘટનામાં 7 લોકો ભડથુ થઇ ગયા હતા જયારે 37 જેટલા લોકો દાઝી ગયા હતા આ આગમાં ઝપટમાં આવેલી એક ફેકટરી ખાખ થઇ ગઇ હતી.
અજમેર હાઈવે બંધશુક્રવારે સવારે જયપુરમાં અજમેર હાઈવે પર દિલ્હી પબ્લિક સ્કૂલની સામે કેમિકલથી ભરેલા ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો. અકસ્માતમાં 7 લોકો જીવતા ભડથુ થઇ ગયા હતા અને 37 લોકો દાઝી ગયા હતા. ટેન્કરને ટ્રકે ટક્કર મારી હતી. જેના કારણે ટેન્કરમાં વિસ્ફોટ થયો અને સળગતું કેમિકલ 200 થી 300 મીટર દૂર ફેલાઈ ગયું હતું. જ્યાં જ્યાં કેમિકલ ઢોળાયું ત્યાં આગ ફાટી નીકળી હતી. 40થી વધુ વાહનોમાં આગ લાગી હતી. અનેક વાહનો એવા હતા જેમાંથી લોકોને બહાર નીકળવાની તક મળી ન હતી.
ટેન્કરની પાછળ દોડતી સ્લીપર બસ અને હાઇવેની બાજુમાં આવેલી પાઇપ ફેક્ટરી પણ બળી ગઈ હતી. વિસ્ફોટ અને આગના કારણે હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. દુર્ઘટના સ્થળે કેમિકલ ફેલાઈ જવાને કારણે બચાવ કાર્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બ્લાસ્ટની માહિતી મળતાની સાથે જ 30થી વધુ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. દુર્ઘટના સ્થળે ગેસ ફેલાઈ જવાને કારણે બચાવ કાર્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી સાથે ફોન પર જાણકારી લીધી
અકસ્માતની માહિતી મળતા જ મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે ડોક્ટરો પાસેથી ઘાયલોની માહિતી લીધી છે. ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભજનલાલ શર્મા સાથે ફોન પર વાત કરી હતી અને ઘટનાની માહિતી લીધી હતી. તેમણે સોશિયલ મીડિયા સાઇટ X પર આ માહિતી આપી.

Tags: 7 diechemical tanker blastjaipur
Previous Post

બિપિન રાવતનું હેલિકોપ્ટર માનવીય ભૂલના કારણે ક્રેશ થયું હતું

Next Post

કોંગ્રેસ નેતાઓને અમિત શાહના વિધાનોના વીડિયો ક્લીપ હટાવવા એક્સની નોટીસ

dharmendravaghela

dharmendravaghela

Related News

રશિયાને આર્થિક ફટકો આપવા યુરોપિયન યુનિયનની ભારતીય કંપનીઓ ઉપર પ્રતિબંધની તૈયારી
આંતરરાષ્ટ્રીય

રશિયાને આર્થિક ફટકો આપવા યુરોપિયન યુનિયનની ભારતીય કંપનીઓ ઉપર પ્રતિબંધની તૈયારી

June 10, 2026
જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી : પીએમ નરેન્દ્ર મોદી
તાજા સમાચાર

જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી : પીએમ નરેન્દ્ર મોદી

June 10, 2026
નરેન્દ્ર મોદી : ભારતને એક શક્તિ રૂપે વૈશ્વિક ફલક પર રજૂ કરનાર વડા પ્રધાન
તાજા સમાચાર

નરેન્દ્ર મોદી : ભારતને એક શક્તિ રૂપે વૈશ્વિક ફલક પર રજૂ કરનાર વડા પ્રધાન

June 10, 2026
Next Post
કોંગ્રેસ નેતાઓને અમિત શાહના વિધાનોના વીડિયો ક્લીપ હટાવવા એક્સની નોટીસ

કોંગ્રેસ નેતાઓને અમિત શાહના વિધાનોના વીડિયો ક્લીપ હટાવવા એક્સની નોટીસ

રાહુલ કોઈને ધક્કો મારી શકે નહીં, સરકાર અદાણી-આંબેડકર મુદ્દાને દબાવી રહી છે : પ્રિયંકા

રાહુલ કોઈને ધક્કો મારી શકે નહીં, સરકાર અદાણી-આંબેડકર મુદ્દાને દબાવી રહી છે : પ્રિયંકા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.