વિશ્વના સૌથી લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp માટેનો સપોર્ટ કેટલાક જૂના એન્ડ્રોઇડ સ્માર્ટફોન્સ પર બંધ કરવામાં આવ્યો છે. ખાસ કરીને Android KitKat પર કામ કરતા સ્માર્ટફોન પર, WhatsApp આજથી એટલે કે 1 જાન્યુઆરી, 2025થી કામ કરશે નહીં. મેટાએ થોડા મહિના પહેલા તેના બ્લોગ દ્વારા આ માહિતી આપી હતી. ગૂગલની આ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ લગભગ 10 વર્ષ પહેલા લોન્ચ કરવામાં આવી હતી.
જૂની ઓપરેટિંગ સિસ્ટમમાં સુરક્ષા સમસ્યાઓના કારણે વોટ્સએપે તેના સપોર્ટને બંધ કરવાનો નિર્ણય લીધો છે. વોટ્સએપનો ઉપયોગ કરવા માટે યુઝર્સને હવે નવા મોબાઈલ ડિવાઈસની જરૂર પડશે. જો કે, આ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરતા Samsung, Motorola, HTC, LG અને Sonyના બહુ ઓછા સ્માર્ટફોન લોકો વાપરે છે.