દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલા PM નરેન્દ્ર મોદીએ રાજધાનીને 4,500 કરોડ રૂપિયાની ભેટ આપી છે. 1675 ગરીબોને ફ્લેટ, ડીયુના બે નવા કેમ્પસ, સાવરકર કોલેજ સહિત અનેક મોટી ભેટ આપતી વખતે પીએમ મોદીએ અરવિંદ કેજરીવાલનું નામ લીધા વિના તેમના પર જોરદાર હુમલો કર્યો. પીએમએ કહ્યું કે તેઓ પણ પોતાના માટે ‘શીશમહેલ’ બનાવી શક્યા હોત, પરંતુ તેમનું સ્વપ્ન ગરીબોને કાયમી ઘર આપવાનું છે. અરવિંદ કેજરીવાલ જ્યાં મુખ્યમંત્રી તરીકે રહેતા હતા તે બંગલાને ભાજપ ‘શીશમહેલ’ કહે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દિલ્હી સ્થિત એક કાર્યક્રમ દરમિયાન 1975ની કટોકટીનો ઉલ્લેખ કર્યો હતો કે જ્યારે ઈન્દિરા ગાંધીના તાનાશાહી વલણ સામે આંદોલન થયું ત્યારે તેઓ પણ ભૂગર્ભ ચળવળનો એક ભાગ હતા. તે સમયે અશોક વિહાર તેમના માટે આશ્રય સ્થાન બન્યું હતું. જ્યાંથી તેઓ પોતાની પ્રવૃત્તિ કરી શકતા હતા. આ સંઘર્ષનો એક ભાગ બનવાનો મને ગર્વ છે. આ અનુભવ તેમના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે.
વડાપ્રધાન મોદીએ વર્ષ 2025 માટે ભારતના વિકાસની નવી સંભાવનાઓ વિશે કહ્યું કે, ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનીને તેની યાત્રા પર ઝડપથી આગળ વધશે. ભારત હવે વિશ્વમાં રાજકીય અને આર્થિક સ્થિરતાનું પ્રતીક બની ગયું છે. 2025માં ભારતની ભૂમિકા વધુ મજબૂત બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
પીએમ મોદીએ જણાવ્યું કે, તેમણે ક્યારેય પોતાના માટે ઘર નથી બનાવ્યું, પરંતુ છેલ્લા 10 વર્ષમાં તેમણે ચાર કરોડથી વધુ ગરીબો માટે ઘર બનાવ્યા છે. મોદીએ કહ્યું હતું કે, હું પણ શીશ મહેલ બનાવી શક્યો હોત, પરંતુ મારી પ્રાથમિકતા ગરીબોના સપનાને પૂર્ણ કરવાની રહી છે. તેમણે સરકારની યોજનાઓ અને નીતિઓનો ઉલ્લેખ કર્યો, જેના હેઠળ ગરીબો માટે મકાનો ઉપલબ્ધ કરાવાતા તેઓ પોતાનું ઘરનું ઘર મેળવી શકવાનું સ્વપ્ન પૂર્ણ કરી શક્યા છે.
PM મોદીએ વિધાનસભા ચૂંટણી પહેલા આજે દિલ્હીમાં 4,500 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. કર્યું. PMએ રાજધાનીના અશોક વિહાર વિસ્તારમાં 1,675 ફ્લેટનું ઉદ્ઘાટન કર્યું જે સ્થાનિકો માટે મોટી ભેટ સાબિત થશે. આ સાથે દિલ્હી યુનિવર્સિટીમાં 600 કરોડ રૂપિયાના ખર્ચે ત્રણ નવા પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. જેમાં નજફગઢના રોશનપુરામાં સ્થિત વીર સાવરકર કોલેજની નવી ઇમારતનો સમાવેશ થાય છે, જે શિક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલું છે.