ગુજરાતની આગવી ઓળખ સમાન ઈન્ટરનેશન કાઈટ ફેસ્ટિવલનો આજથી રંગારંગ પ્રારંભ થઈ ચૂક્યો છે. અમદાવાદ રિવરફ્રન્ટ પર યોજાઈ રહેલા પતંગોત્સવનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો. આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં ભાગ લેવા માટે દેશના 11 રાજ્યોમાંથી 52 અને 47 દેશોમાંથી 143 પતંગબાજો આવી પહ્યોંચ્યા છે. અમદાવાદ રિવરફ્રન્ટનું આકાશમાં રંગબેરંગી પતંગો છવાયેલી જોવા મળી હતી. અવનવી પતંગો નિહાળવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો પણ બાળકો સાથે પહોંચ્યા હતા.
ડેનમાર્કથી આવેલી એમા નામની યુવતીએ જણાવ્યું હતું કે પતંગ મહોત્સવનું ખુબ સરસ આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ વિશાળ જગ્યામાં આ આયોજન કરવામાં આવ્યું છે. આજે હવા સહેજ પણ નથી અને પતંગ ચગી રહ્યા નથી. ગઈકાલે રાત્રે અમે અમદાવાદ આવ્યા છીએ અને અહીંયાના લોકો ખૂબ સારા છે. મદદ કરી રહ્યા છે. અમે ખૂબ જ એક્સાઇટેડ છીએ.