નવી મુસદ્દારૂપ જંત્રીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં વાંધા અરજી કરવાનો આજે છેલ્લો દિવસ છે. જે બાદ આગામી દિવસોમાં સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવનાર છે. મળતી માહિતી મુજબ સમગ્ર રાજ્યમાંથી જંત્રી સામે અત્યાર સુધી 7, 200થી વધારે વાંધા અરજીઓ કરવામાં આવી છે. જેમાંથી કેટલીક અરજીઓ ઓનલાઈન પણ કરવામાં આવી છે.
આ ઉપરાંત અરજદારોએ કેટલાક વિસ્તારોમાં જંત્રીના ભાવ વધારવા માટે પણ અરજી કરી છે. ત્યારે આપને જણાવી દઈએ કે જિલ્લા કક્ષાએ બનેલી સમિતિ હવે આ તમામ અરજીઓની સમીક્ષા કરવામાં આવશે. જેમાં અરજીઓની સમીક્ષા પછી રાજ્ય સરકારને રિપોર્ટ આપવામાં આવશે. અને ત્યારબાદ જંત્રી દર બાબતે રાજ્ય સરકાર પોતાનો અંતિમ નિર્ણય જાહેર કરવામાં આવશે. મહત્વનું છે કે નવા જંત્રી દર સામે વિરોધ ઉઠતા રાજ્ય સરકારે 2 જાન્યુઆરીએ જંત્રી સુધારણા સમિતિની રચના કરી હતી.





