રમતગમત યુવા સેવા અને સાંકૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર હેઠળની ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી મંગળવારે દયારામબાપા પ્રાથમિક શાળા અને રેનેસા હાઈસ્કૂલનાં પટાંગણમાં અસલ નવરાત્રિનાં માહોલમાં લોક ભવાઇનાં વારસાનું જતન શીર્ષક તળે હલુરીયા ચોક ભવાઈ મંડળ દ્રારા ચંપકભાઈ ગોડિયા(ઝંડો)નાં માર્ગદર્શન નીચે ભૂંગળ ભવાઇનાં “વિદુષકનાં વેશ”ની અફલાતૂન રજુઆતથી ઉપસ્થિત દર્શકો અને મહાનુભાવો હાસ્યરસથી તરબોળ થઇ ગયા હતાં.
વિદુષકનાં પાત્રમાં મહેશભાઈ ઉર્ફે મુનિભાઈ મેદાન મારી ગયા હતા જ્યારે ઓમપ્રકાશભાઈએ મિત્રના પાત્રમાં લાજવાબ અદાકારી કરી હતી ચટકીના સ્ત્રી પાઠમાં જેન્તીભાઈ અને રમેશભાઈએ આબેહૂબ સ્ત્રી પાઠ ભજવીને ખાસ કરીને મહિલા દર્શકો(SNDT યુનિ. મુંબઇ)ને ખુશખુશાલ કરી દીધેલ .
અત્રે એ ઉલ્લેખનીય છે કે SNDT યુનિ.નાં ગુજરાતી ભવનનાં અધ્યક્ષ પ્રો દર્શનાબેન ઓઝા તેમજ ગુજરાતીના પ્રો કવિત પંડ્યા અનેં 100 જેટલી વિદ્યાર્થીનીઓ અને પ્રાધ્યાપિકાઓ પોતાના ગુજરાતી વિષયનાં અભ્યાસક્રમમાં “ભવાઈ”નો વિષય આવતો હોય આ કાર્યક્રમને નિહાળવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શાળા સંસ્થાના પ્રમુખ મનુભાઈ દીક્ષિત “ડીગાજી”નું સન્માન કરેલ. કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે પ્રો મહેન્દ્રસિંહ પરમાર અને વિસનગર યુનિનાં ગુજરાતી ભવનનાં અધ્યક્ષ પ્રો હેતલભાઇ બારોટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાવિનભાઈ સોલંકી, મિલન ચુડાસમા, નિલેશ ચુડાસમા,ભૂમિ મહેતા, અંકિત મકવાણા અને રેનેસા સ્કુલ સ્ટાફ, સંજય ચૌહાણ વગેરેએ જહેમત ઉઠાવી હતી.