ભાવનગરથી ઉપડતી લાંબા અંતરની બસો ધોલેરા અને પીપળી નજીક હોટલમાં એસટીનો પરવાનો હોવાથી હોલ્ટ કરે છે જે હોટલમાં વોશરૂમ પણ એટલા બધા ગંદા હોય છે કે મુસાફરો ત્રાહિમામ થઈ ગયા છે તેમજ એ હોટલમાં પ્રિન્ટ કરતા પણ વધુ ભાવ લેવાઈ રહ્યા છે તેમજ ફૂડની ક્વોલિટીમાં પણ જરાય દમ હોતો નથી અને હોટલમાં સ્ટાફ પણ મુસાફરો સાથે ખૂબ જ તોછડું વર્તન કરે છે તેમ જ પ્રિન્ટ કરતા વધુ ભાવ લેતા હોવાથી મુસાફરો હોટલવાળા સાથે દલીલ કરે તો હોટલવાળા એમ કહે છે કે તમારે લેવું હોય તો લ્યો નહીંતર જાવ! આ સહિતની ફરિયાદ ઉઠી છે
વધુમાં લોકોની ફરિયાદ મુજબ હોટલના સંચાલકો દ્વારા કોઈ સારી બ્રાન્ડની વસ્તુઓ રાખવામાં આવતી નથી ચિલા ચાલુ કે જેનું ક્યારેય નામ પણ ન સાંભળ્યું હોય તેવી વસ્તુઓ રાખવામાં આવે છે તો એસટીના અધિકારીઓ આ હોટલમાં જઈ ક્યારેય ચેકિંગ કરશે કે પછી તેમનું હિત સચવાઈ રહેતું હોવાથી તેઓ આખ આડા કાન કરી રહ્યા છે.?! તેવો સવાલ થઈ રહ્યો છે.