અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતા નગરની સ્થાપનાના 614 વર્ષ બાદ નગરયાત્રાએ નીકળવાના
છે. 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના દિવસે અમદાવાદનો સ્થાપના દિવસ છે, ત્યારે નગરદેવી ભદ્રકાળી
માતાની ભવ્ય યાત્રા યોજાશે. માતાજીની ચરણ પાદુકા રથમાં મૂકવામાં આવશે. સવારે 7:30 વાગ્યે
નગરયાત્રા નીકળશે. જોકે, આ યાત્રાનું પ્રસ્થાન મુખ્યમંત્રી કરાવશે કે નગરપતિ તરીકે મેયર કરાવશે તે
અંગે હજી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી
અમદાવાદના મેયર પ્રતિભા જૈનએ જણાવ્યું હતું કે, નગરદેવી ભદ્રકાળી માતાની નગરયાત્રા નીકળવાની
છે, જેમાં દરેક રૂટ પર ભવ્ય સ્વાગત કરાશે. અનેક સાધુ-સંતો આ યાત્રામાં હાજર રહેશે. યાત્રામાં અખાડા,
ટેબલો, ભજનમંડલી સહિતના નગરજનો જોડાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ
વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે. યાત્રાના રૂટ પર વિશેષ તૈયારીઓ કરાશે. હોર્ડિંગ, બેનર વગેરે
લગાવવામાં આવશે. માતાજીની આ યાત્રામાં ચરણપાદુકા અમદાવાદના કોટ વિસ્તારમાં ફરશે.
614 વર્ષ બાદ પહેલીવાર આ નગરદેવીની યાત્રા નીકળશે. ભદ્રકાળી મંદિરથી ત્રણ દરવાજા, માણેકચોક,
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ, ખમાસા, માલપુર દરવાજા થઈને જગન્નાથ મંદિર જશે.
જગન્નાથ મંદિરથી સાબરમતી નદીના કિનારે ગાયકવાડ હવેલી થી મહાલક્ષ્મી મંદિર થઈને લાલ
દરવાજા ઘર થઈને નિજ મંદિરે પરત ફરશે. ત્રણ દરવાજા પાસે માતાજીની આરતી થશે. માણેક બુરજ
ખાતે માતાજીનું સ્વાગત અને આરતી કરાશે.
મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે શોભાયાત્રાનું સ્વાગત થશે. ખમાસાથી જમાલપુર પગલાં જશે. જમાલપુર
મંદીરથી હવેલી નીકળશે. સાબરમતી નદીના આરે માતાજીની આરતી થશે. વસંત ચોક મંદિરના
વારસદારો આરતી ઉતરશે. લાલ દરવાજાથી સિદી સૈયદની જાળી યાત્રા પહોંચીને યાત્રા નિજ મંદિર
પહોંચશે. શોભાયાત્રા બપોરે 12.30 આસપાસ પરત આવશે. બપોરે હવન થશે અને સાથે વિશેષ
ભંડારાનું આયોજન કરાયું છે.