પીએમ મોદીએ તાજેતરમાં વિકી કૌશલની ફિલ્મ ‘છાવા’ની પ્રશંસા કરતા અભિનેતા ગદગદ થઈ ગયો
હતો અને તેણે સોશિયલ મીડિયા પર તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. વિકી કૌશલ અભિનીત ફિલ્મ
‘છાવા’ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. લક્ષમણ ઉતેકર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ મરાઠા શાસક
છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત છે. આ ફિલ્મ દર્શકોને ઘણી પસંદ આવી છે અને
લોકો આ ફિલ્મ જોવા સિનેમાઘરોમાં લાઈન લગાવી રહ્યા છે. એવામાં પીએમ મોદીએ પણ ‘છાવા’ની
પ્રશંસા કરી છે.
98 માં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનના ઉદ્ઘાટનમાં આવેલા પીએમ મોદીએ મહારાષ્ટ્રની
સમૃદ્ધ મરાઠી ભાષાની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર અને મુંબઈએ મરાઠી ફિલ્મો
તેમજ હિન્દી સિનેમાને એક નવી ઊંચાઈ આપી છે. આજકાલ ‘છાવા’ ફિલ્મ ખૂબ જ લોકપ્રિય થઇ રહી છે.
શિવાજી સાવંતની મરાઠી નવલકથાએ સંભાજી મહારાજની બહાદુરીનો સુંદર પરિચય કરાવ્યો છે.