ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટને બોમ્બની ધમકી મળ્યા બાદ રોમ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. ફ્લાઇટમાં 199 મુસાફરો અને 15 ક્રૂ સભ્યો હતા તપાસ બાદ તેને ફરીથી ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવી.
એરલાઇને એક નિવેદનમાં જણાવ્યું હતું કે: સુરક્ષા કારણોસર ફ્લાઇટ AA292 ને રોમના લિયોનાર્ડો દા વિન્સી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતારવામાં આવી હતી. તપાસમાં બધું બરાબર જણાયું. ફ્લાઇટ રાતોરાત એરપોર્ટ પર જ રોકાશે. ફ્લાઇટ આખી રાત એરપોર્ટ પર રહેશે. વહેલી સવારે તેને નવી દિલ્હી રવાના કરવામાં આવશે. ફ્લાઇટ 22 ફેબ્રુઆરીએ ન્યૂયોર્કના જોન એફ કેનેડી ઇન્ટરનેશનલ એરપોર્ટથી ઉડાન ભરી હતી. કેસ્પિયન સમુદ્ર પાર કર્યા પછી, તેને અચાનક યુરોપ તરફ પાછું વાળવામાં આવી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ક્રૂ દ્વારા સુરક્ષા સમસ્યાની જાણ કર્યા પછી, વિમાન 23 ફેબ્રુઆરી, રવિવારના રોજ સ્થાનિક સમય અનુસાર સાંજે 5:30 વાગ્યે રોમ એરપોર્ટ પર ઉતર્યું.