આસામના સિલચરમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના એક આસિસ્ટન્ટ પ્રોફેસરની શુક્રવારે એક વિદ્યાર્થિની પર જાતીય અડપલાં કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. આરોપી શિક્ષકની ઓળખ કોટેશ્વર રાજુ ધેનુકોંડા તરીકે થઈ છે. પીડિતાની ફરિયાદ પર પ્રોફેસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
પીડિતાની વિદ્યાર્થીની ફરિયાદ મુજબ, પ્રોફેસરે મને તેમની પાસે બેસવાનું કહ્યું અને પૂછ્યું કે મારા માર્ક્સ કેમ ઓછા આવ્યા. તેમણે મારો હાથ પકડીને મારી આંગળીઓને સ્પર્શ કરવાનું શરૂ કર્યું. પછી તેમણે ધીમેથી મારા સાથળ પર હાથ ફેરવ્યો. પછી તેમણે મારી સામે તેમના કમ્પ્યુટર પર અશ્લીલ ગીતો વગાડ્યા. મારા પેટને સ્પર્શ કર્યો. હું રડવા લાગી પણ તેઓ અકટ્યાં નહીં. તેમણે મને પગ ફેલાવીને બેસવાનું કહ્યું. આ પછી તેમણે પાછળથી મારી ગરદન પકડી લીધી.
આ ઘટના 20 માર્ચના રોજ બની હતી. આરોપી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગમાં પ્રોફેસર હતો. સંસ્થાને આપેલી લેખિત ફરિયાદમાં, વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે પ્રોફેસરે તેને તેના ઓછા ગ્રેડ અંગે ચર્ચા કરવા માટે તેમની ચેમ્બરમાં બોલાવી હતી. કોલેજના જણાવ્યા અનુસાર, જે ચેમ્બરમાં ઘટના બની હતી તેને સીલ કરી દેવામાં આવી છે. પીડિતાને સુરક્ષિત અને આરામદાયક અનુભવાય તે માટે તમામ જરૂરી મદદ પૂરી પાડવામાં આવી રહી છે. આ મામલો તપાસ માટે સંસ્થાની આંતરિક ફરિયાદ સમિતિ (ICC) ને મોકલવામાં આવ્યો છે.






