મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજપીપળાના કરજણના રામપુરા ખાતે રણછોડજી મંદિરે દર્શન કર્યા છે તેમજ નર્મદાની મૈયાની પૂજા અર્ચના કરી છે. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા પરિક્રમા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું તેમજ જરૂરી સૂચન પણ કર્યું હતું. સાથો સાથ પરિક્રમાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. હજારો વર્ષોથી ચાલતી આ પરિક્રમા છેલ્લા દસ વર્ષમાં વધુ પ્રચલિત બની છે, ત્યારે છેલ્લા દસ દિવસમાં 4 લાખથી વધુ પરિક્રમાવાસીએ દર્શન કર્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ”નર્મદા મૈયાથી ગુજરાત હરિયાળુ બન્યું છે, તે આપણે સૌ જાણીએ છીએ. આપણા ગુજરાતમાં વર્ષોથી જે પાણીની તંગી હતી તે નર્મદા મૈયા આવવવાથી દૂર થઇ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇના લાબું આયોજન કર્યું અને નહેરને છેક કચ્છ સુધી પહોંચાડી અને લોકોની તરસ દૂર કરી છે. વધુમાં કહ્યું કે, આ ખૂબ મોટું આસ્થાનું કેન્દ્ર છે, ભારત ભરમાંથી અહી લોકો આવે છે. CM ભૂપેન્દ્ર પટેલ શહેરાવ ઘાટ સુધી પગપાળા પરિક્રમા કરશે. યાત્રાળુઓની સુવિધા માટે આ વર્ષે ગુજરાત સરકારે ખાસ વ્યવસ્થા કરી છે. ગુજરાત પ્રવાસન યાત્રાધામ બોર્ડને જવાબદારી સોંપવામાં આવી છે. સાથો સાથ સ્થાનિક ગ્રામજનો પણ યાત્રાળુઓની સેવામાં જોડાયા છે.