ગઇકાલે હુમલા બાદ આજે વહેલી સવારે ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા યતીશભાઈ સુધીરભાઈ અને તેમના પુત્ર સ્મિત યતીશભાઈનું મોત થયું હોવાની પૃષ્ટિ કરવામાં આવી છે, જે ગઇકાલથી ગુમ હતા.
ભાવનગરથી 20 લોકોનું ગ્રુપ જમ્મુ-કાશ્મીર ગયું હતું, જેમાં ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા યતીશભાઈ સુધીરભાઈ પરમાર, તેમનાં પત્ની કાજલબેન યતીશભાઇ અને પુત્ર સ્મિત યતીશભાઈ ગઇકાલથી ગુમ હતાં. જેમાં કાજલબેન સહીસલામત મળી આવ્યાં છે. જોકે, દુર્ભાગ્યવશ યતીશભાઇ અને પુત્ર સ્મિતનું હુમલામાં મોત થયું હોવાની સુરક્ષાદળો દ્વારા પૃષ્ટિ કરવામાં આવી છે. ભાવનગરના 45 વર્ષીય મૃતક યતીશભાઇ પરમાર હેર સલૂન ચલાવતા હતા, જ્યારે એમનો 17 વર્ષીય પુત્ર સ્મિત 11મા ધોરણમાં અભ્યાસ કરતો હતો.ભાવગરના મૃતક પિતા-પુત્ર અને સુરતના મૃતક શૈલેશભાઈ કળઠીયાના મૃતદેહને વતનમાં લાવીને અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
ભાવનગરથી જમ્મુ-કાશ્મીર ગયેલા 20 લોકો પૈકી પિતા-પુત્રએ જીવ ગુમાવ્યો છે. જ્યારે વિનુભાઈ ડાભી નામના એક વૃદ્ધને હાથેથી ગોળી ઘસાઈને નીકળતા હાલ સારવાર હેઠળ ખસેડાયા છે અને અન્ય 17 જેટલા લોકો સુરક્ષિત છે.






