જમ્મુ-કાશ્મીરમાં થયેલા આંતકી હુમલા બાદ ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. જેમાં 25 એપ્રિલની મોડીરાત્રથી અમદાવાદ અને સુરતમાં પોલીસે વિવિધ ટીમો બનાવી અલગ-અલગ વિસ્તારોમાં રેડ કરી હતી. આ કાર્યવાહીમાં મોટી સંખ્યામાં વિદેશી નાગરીકો ઝડપાયા છે, જેમાં બાંગ્લાદેશીઓ છે. અમદાવાદમાં અંદાજે 454 અને સુરતમાંથી 120થી વધુ બાંગ્લાદેશી પુરુષ અને મહિલાની અટકાયત કરવામાં આવી છે. હાલમાં તમામના પૂછપરછ અને જરૂરી ડોક્યુમેન્ટની તપાસ હાથ ધરવામાં આવી છે.
ગૃહ મંત્રીના આદેશ બાદ ગુજરાત પોલીસે કાર્યવાહી કરી છે. આજે સવાર સુધી પોલીસે ચંડોળા તળાવ પાસે કોમ્બિંગ કર્યું હતું. 457 શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિક મળ્યાં છે. તેમના આધાર-પુરાવા તપાસી તેને ડિપોર્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. આ લોકોએ ક્યાં આધાર-પુરાવા કોની મદદથી બનાવ્યા છે તેની પણ તપાસ કરવામાં આવશે.