જેસલમેરમાં વહેલી સવારે વિસ્ફોટોના અવાજ સંભળાયા. ગ્રામજનોએ ડ્રોનના ઘણા ટુકડાઓ પણ જોયા. બાલોતરા, જેસલમેર, બિકાનેરમાં મિસાઇલ જેવી વસ્તુઓ મળી આવી છે. બાલોતરામાં આ વસ્તુ આકાશમાંથી ધડાકા સાથે પડી. પોલીસ, સેના અને વહીવટી અધિકારીઓએ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, બિકાનેર, જેસલમેર, જોધપુર, કિશનગઢ (અજમેર), ઉત્તરલાઈ (બાડમેર) એરપોર્ટ 14 મે સુધી બંધ રહેશે. અગાઉ એરપોર્ટ 10 મે સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
બીજી તરફ, શુક્રવારે રાત્રે સતત બીજા દિવસે, પાકિસ્તાને જેસલમેર-બાડમેરમાં લશ્કરી ઠેકાણાઓ પર ડ્રોન હુમલા કર્યા. ભારતીય સેનાએ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા અને ડ્રોનને તોડી પાડ્યા. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે, ચાર સરહદી જિલ્લાઓમાં પંચાયતરાજની પેટાચૂંટણીઓ મુલતવી રાખવામાં આવી છે. આ મિસાઈલ જેવી વસ્તુ બાલોતારાના ગીડા વિસ્તારમાં વિસ્ફોટ સાથે પડી. પોલીસની સાથે વહીવટી અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને માહિતી એકઠી કરી રહ્યા છે. રાજસ્થાન હેલ્થ સાયન્સ યુનિવર્સિટીએ 15 મેથી યોજાનારી MBBS અને નર્સિંગ પરીક્ષાઓ આગામી આદેશ સુધી મુલતવી રાખી છે. શુક્રવારે પણ, જેસલમેર, બાડમેર, શ્રીગંગાનગર, ફલોદી તેમજ જોધપુરના સરહદી જિલ્લાઓમાં અંધારપટ છવાઈ ગયો હતો.