બનાસકાંઠાના સરહદી વિસ્તારના ગામડાઓમાં બ્લેક આઉટ જાહેર કરાયું છે. વાવ અને સુઇગામ બોર્ડર વિસ્તારના ગામડાઓમાં બ્લેક આઉટ જાહેર કરાયું છે. જિલ્લાના 24 ગામોમાં તકેદારીના ભાગરૂપે બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે, અને તમામ નાગરીકોને અફવાઓથી દૂર રહેવા વહીવટી તંત્રએ અપીલ કરી છે. જે 24 ગામોમાં બ્લેકઆઉટ જાહેર કરાયું છે તેમાં વાવ તાલુકાના 12 ગામ અને સૂઇગામ તાલુકાના 12 ગામોનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં પાકિસ્તાન દ્વારા ડ્રોન છોડવામાં આવી રહ્યાં છે, જો કે ભારતીય સુરક્ષા પ્રણાલી પાકિસ્તાનના ડ્રોનને હવામાં જ તોડી પાડે છે.. આ સંજોગોમાં સુરક્ષાના ભાગરૂપે કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના સરહદી ગામમા બ્લેક આઉટ જાહેર કરાયુ છે. મહત્વનું છે કે બનાસકાંઠામાં આવેલું બોર્ડર પરનું નડાબેટ ટુરીઝમ પ્રવાસીઓ માટે બંધ કરાયું છે. જ્યાં સુધી પરિસ્થિતિ થાળે ના પડે ત્યાં સુધી નડાબેટ બંધ કરવામાં આવ્યું છે .