સોશિયલ મીડિયામાં તમે વિદ્વાન સંશોધક છો અને તમારા જેવા સંશોધકોની અમેરિકામાં ખૂબ જ જરુર
છે. હવે અમેરિકા ખૂબ જ ઓછા પ્રમાણમાં સંશોધકો અને ઉચ્ચ કક્ષાના પ્રાધ્યાપકોને વિઝા આપે છે અને
તેમાં તમે પણ હોઈ શકો છો. તમારા માટે આઈનસ્ટાઈન વિઝા સરળ છે.’ આવી કોઈ લોભામણી ઓફર
તમને ઓનલાઈન કે ફોન દ્વારા મળી હોય તો ચેતી જજો. સરળતાથી ભારતમાં ગુજરાતના અમેરિકા
વાંચ્છુઓને ફસાવવાની આ નવી ટેકનિક બહાર આવી છે. જેને આઈન્સ્ટાઈન વિઝાની ફસામણી સોશિયલ
મીડિયા દ્વારા ઓનલાઈન ફ્રોડની એક નવી મોડસ એપરેન્ડી છે.
ટ્રમ્પ સરકારે 100 દિવસમાં ઈમિગ્રેશનમાં અનેક ફેરફારો કરતાં નવા સ્ટુડન્ટ વિઝા અને H1Bના નિયમો
આકરા થતાં માર્કેટમાં આઈન્સ્ટાઈન વિઝાના ફ્રોડના કિસ્સાઓ વ્યાપક રીતે ધ્યાનમાં આવ્યા છે. અમેરિકા
દ્વારા ખાસ સંશોધકો અને અભ્યાસુઓ માટે EB-1A વિઝાની કેટેગરીમાં રેરેસ્ટ કેસમાં દેશના હિતમાં
જવલ્લેજ અન્ય દેશના નિષ્ણાંતને વિઝા આપવાનો પ્રસ્તાવ છે. આ વિઝાને આઈસ્ટાઈન વિઝા કહેવામાં
આવે છે. જેમાં ઈમિગ્રેશન વિભાગ સંશોધનો, એવોર્ડ, રિસર્ચ પેપરની વ્યાપક સ્તરે છણાવટ કરીને દેશની
જરુરિયાતને ધ્યાનમાં રાખીને વિઝા આપે છે.
આ વિઝાની કેટેગરીનો ભારતના ફ્રોડસ્ટરો દ્વારા વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને નિર્દોષ
લોકોને તેમાં ભોળવવામાં આવી રહ્યા છે. શરુઆતમાં ઈન્ક્વાયરી કરતાં લોકોને તેઓ તમામ રીતે આ
આઈન્સ્ટાઈન વિઝા માટે ક્વાલિફાઈડ છે તેવો આત્મવિશ્વાસ વધારવામાં આવે છે. ત્યારબાદ તેના માટે
ખાસ સંશોધન પેપર, એવોર્ડ, થિસિસ અને વિદ્વાન સંશોધક હોવાના આધારભૂત પુરાવાઓ માટે 10,000
ડોલરની રકમ લઈને આખરે કાયમી ધોરણે સંપર્ક બંધ કરી દેવામાં આવે છે.અમેરિકા સ્થિત ઈમિગ્રેશન
એજન્સીએ આ અંગે ખાસ ધ્યાન દોર્યું છે કે જ્યારથી અમેરિકન વિઝા પોલીસી કડક થઈ છે ત્યારથી
ભારતમાંથી EB-1A કેટેગરીના વિઝાની એપ્લિકેશન વધી રહી છે. જેની ખરાઈ વધુ જરૂરી છે.
અમેરિકન સરકારમાં આ વિઝાનો ક્વોટા ખૂબ મર્યાદિત હોવાથી તેની સ્ક્રૂટીની ઘણી કડક છે પરંતુ
ભારતમાં તેને લલચાવવાનું નેટવર્ક વ્યાપક બન્યું છે.