સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી નેશનલ હેરાલ્ડ કેસમાં ફસાયા છે. એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડએ
કોંગ્રેસ પાસેથી રૂ. 90.25 કરોડનીની વગર વ્યાજની લોન લીધી હતી. આ લોન ચૂકવવામાં ન આવી
હોવાનો આરોપ તથા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ ગેરરીતિ આચરી હોવાના આરોપ સાથે દિલ્હીની
કોર્ટમાં વર્ષ 2012માં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં કોર્ટમાં થયેલી સુનાવણીમાં કોર્ટે
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટેને કેટલાક પ્રશ્નો કર્યા છે.
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં નેશનલ હેરાલ્ડ કેસની સુનાવણી ચાલી રહી છે. તાજેતરમાં થયેલી
સુનાવણીમાં કોર્ટે EDને પ્રશ્ન પૂછ્યો હતો કે, જો કોંગ્રેસે આ લોન માફ કરી દીધી હોત તો શું થાત? બેંકો
પણ આવું કરે છે. કોંગ્રેસે લોન માફ કરી દીધી પણ તેને આરોપી બનાવવામાં આવી નથી? તે અન્ય
કંપનીઓથી કેવી રીતે અલગ છે? એવું શું ખાસ હતું કે EDએ તેને તપાસ કરવા યોગ્ય માન્યું? પીએસયુ
એટલે કે સરકારી કંપનીઓ પણ કરોડો રૂપિયાનું લોન રાઈટ-ઓફ કરે છે.EDના વકીલ એએસજી વીએસ
રાજુએ કોર્ટના પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યું કે, બેંકો પાસે પોતાની સંપત્તિ હોતી નથી, તેથી તેમને
લોન આપવી પડે છે. આવી સ્થિતિમાં, બેંકો ઉધાર લેનાર સાથે સમાધાન કરે છે. પરંતુ નેશનલ હેરાલ્ડ
કેસના કિસ્સામાં, 2000 કરોડ રૂપિયાની સંપત્તિ ઉપલબ્ધ હતી. તો પછી 2000 કરોડ રૂપિયાની સંપત્તિ
માત્ર 50 લાખ રૂપિયામાં કેમ આવવામાં આવી?