શહેરમાં વરસાદના કારણે ખાડી ઓવરફ્લો થઈ હતી અને પાણી સમગ્ર શહેરમાં ફરી વળ્યા હતા.
ખાડીપૂરમાં સૌથી વધુ નુકસાન ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓને થઈ હતી. ટેક્સટાઈલ માર્કેટની
દુકાનોમાં પાણી ઘુસી જતા વેપારીઓએ સ્ટોક કરીને રાખેલો માલ પલળી ગયો હતો. હાલ આ સાડી અને
કપડાંને દોરી બાંધીને પંખા વડે સુકવવામાં આવી રહ્યા છે.
સુરત શહેરમાં વરસાદને પગલે ખાડી કિનારે આવેલી કેટલીક કાપડ માર્કેટોના બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ
ફ્લોરમાં પાણી ભરાતાં હજાર કરોડના નુકસાનીનો અંદાજ છે. વેપારીઓને પલળેલી મોંઘી સાડીઓ
કિલોના ભાવે વેચવાની નોબત આવી છે. ખાડીપૂરના પાણીમાં પલળી ગયેલી સાડીઓ સસ્તામાં વેચીને
થોડું ઘણું નુકસાન ભરપાઈ કરી શકાય એ માટે વેપારીઓએ દુકાનો પાસેના પેસેજમાં પંખા મૂકી સાડીનો
સ્ટોક સુકાવી રહ્યા છે.
વેપારીઓના કહેવા પ્રમાણે, આગામી સિઝનને ધ્યાનમાં રાખી વેપારીઓએ સ્ટોકમાં રાખેલો સાડીનો જથ્થો
પલળી જતાં એને કિલોના ભાવે વેચવાની નોબત આવી છે. આ માટે સાડીઓને સુકાવવામાં આવી રહી
છે. દુકાનો પાસેના પેસેજમાં દોરી પર લટકાવી તેમજ પેસેજમાં સાડીનો સ્ટોક સુકાવવા માટે પંખા
મૂકવામાં આવ્યા છે. ખાડીપૂરનાં પાણીમાં પલળેલી સાડીનો સ્ટોક પાણી ઓસર્યા બાદ ભારે દુર્ગંધ મારી
રહ્યો છે. વેપારીઓને મોંઘી સાડીઓ એકદમ ઓછા ભાવે વેચવાની નોબત આવી છે.