ગુજરાતના મોટા શહેરોમાં જેમાં ખાસકરીને અમદાવાદ, સુરત, અને વડો દરા જેવા મોટા શહેરોમાં
છેલ્લા કેટલાક સમયથી બોમ્બ બ્લાસ્ટની ધમકીઓ મળી રહી છે. ત્યારે વડોદરાની સિગ્નસ સ્કૂલને
બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને
ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બ્લાસ્ટની ધમકી મળતાં વાલીઓ ફફડાટ
વ્યાપી જવા પામ્યો હતો. હાલમાં સ્કૂલમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના હરણી વિસ્તારમાં આવેલી સિગ્નસ સ્કૂલને ધમકીભર્યો ઇમેલ મળ્યો
હતો. જેમાં આરડીએક્સ વડે બ્લાસ્ટ કરી ઉડાવી દેવાની ધમકી મળતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી
છે. ધમકીના પગલે પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની ટીમો
ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. આ અગાઉ ગત બે અઠવાડિયામાં ત્રણ અલગ-અલગ સ્કૂલો આ પ્રકારની
ધમકીઓ મળી ચૂકી છે. જેથી સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઇ ગઇ છે.