બિહારમાં વિધાનસભા ચૂંટણીઓની તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન શુક્રવારે રાત્રે પટનામાં મોટી
ઘટના બની છે. જેમાં રાજ્યના મોટા ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની તેમના ઘરની બહાર ગોળી મારીને
હત્યા કરવામાં આવી. આ ઘટના મોડી રાત્રે પટનાના ગાંધી મેદાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી.
જેમાં ગુનેગારો ગોપાલ ખેમકાને ગોળી મારીને ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. મગધ હોસ્પિટલના
માલિક ગોપાલ ખેમકાની પટનાના ઘણા સામાજિક સંગઠનો સાથે સંકળાયેલા હતા. આ પૂર્વે 20 ડિસેમ્બર
2018 ના રોજ હાજીપુર ઔદ્યોગિક વિસ્તારમાં ગોપાલ ખેમકાના પુત્રની પણ ગોળી મારીને હત્યા કરવામાં
આવી હતી.
મળતી વિગતો મુજબ ગોપાલ ખેમકા શુક્રવારે રાત્રે લગભગ 11:30 વાગ્યે બાંકેપુર ક્લબથી પરત ફર્યા
હતા. તેમના નિવાસસ્થાન પનાસ હોટલ પાસે સ્થિત એપાર્ટમેન્ટમાં કારમાંથી બહાર નીકળતાની સાથે જ
ઓચિંતો હુમલો કરીને બેઠેલા ગુનેગારોએ તેમના પર ગોળીબાર કર્યો હતો.આ ઘટના બાદ સાંસદ પપ્પુ
યાદવ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પીડિત પરિવારને મળ્યા. તેઓ ખુબજ નારાજ હતા આ ઘટના
અંગે, પપ્પુ યાદવે સોશિયલ મીડિયા સાઇટ X પર એક પોસ્ટ શેર કરી, જેમાં તસવીરો શેર કરી. તેમણે
લખ્યું, ‘બિહારમાં મહા ગુંડારાજ. રાજધાની પટનાના ગાંધી મેદાન પાસે રાજ્યના મોટા ઉદ્યોગપતિ
ગોપાલ ખેમકાજીની હત્યા! શરમથી મરી જાઓ, સરકાર! બિહાર પોલીસે આત્મહત્યા કરવી જોઈએ.બિહાર
ગુનેગારો માટે અભયારણ્ય બની ગયું છે! નીતિશજી, કૃપા કરીને બિહારને બક્ષી દો.