ઈરાનમાં રહેતા  ભારતીય નાગરિકો માટે ભારતીય દૂતાવાસે એક મહત્વની મુસાફરી એડવાઇઝરી જાહેર કરી છે. અત્યારે ઈરાન જતા કે જવાનું વિચારી રહેલા ભારતીય નાગરિકોને ખાસ સૂચના આપવામાં આવી છે. અત્યારે ઈરાનની મુસાફરી ટાળવા માટે સલાહ આપવામાં આવી છે. ભારતીય દૂતાવાસે આજે એક ઈરાન માટે થઈને આ મહત્વપૂર્ણ સલાહ આપી છે. ભારતીય દુતાવાસે ભારતીય લોકોને કહ્યું છે કે, જો તેઓ ઈરાન જવાનું વિચારી રહ્યા છે, તો તેમને પહેલા ભારતની એડવાઇઝરી વાંચી લેવી જોઈએ. કારણ કે, અત્યારે ભારતે તેના લોકોને ઈરાનની બિન-આવશ્યક મુસાફરી ટાળવા વિનંતી કરી છે.
ઈરાનની કોઈપણ બિન-આવશ્યક મુસાફરી ટાળવા વિનંતી
ભારતીય દુતાવાસે એક્સ પર પોસ્ટ પર લખતા કહ્યું કે, છેલ્લા કેટલાક અઠવાડિયામાં સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ઈરાનની કોઈપણ બિન-આવશ્યક મુસાફરી કરતા પહેલા વર્તમાન પરિસ્થિતિનો કાળજીપૂર્વક વિચાર કરી લે! આ સાથે સાથે નવીનતમ પ્રાદેશિક ઘટનાઓ પર નજર રાખવા અને ભારતીય અધિકારીઓ દ્વારા જારી કરાયેલ નવીનતમ સલાહનું પાલન કરવાની પણ સલાહ આપવામાં આવે છે. જે ભારતીય નાગરિકો પહેલાથી જ ઈરાનમાં છે અને ત્યાંથી જવા માંગે છે તેઓ ઉપલબ્ધ ફ્લાઇટ અને ફેરી સેવાઓ ઉપલબ્ધ હોવાનું પણ જણાવવામાં આવ્યું છે.
			

                                
                                



