ઈઝરાયલમાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની ગઠબંધન સરકાર ભારે મુશ્કેલીમાં મુકાઈ છે. અહીં
કટ્ટરપંથી યહુદી પાર્ટી યુનાઈટેડે ડોરા જૂડાઈજ્મ પાર્ટીએ ગઠબંધન સરકારમાંથી રાજીનામું આપતા
નેતન્યાહૂની સરકાર સંકટમાં મુકાઈ ગઈ છે. પાર્ટીએ સૈન્ય ભરતી બિલમાં મતભેદ અને વિવાદના કારણે
ગઠબંધન છોડવાનો નિર્ણય કર્યો છે. યુટીજેના છ સભ્યો ગઠબંધનમાંથી આઉટ થયા છે, જેના કારણે
સરકાર માત્ર એક બહુમતી આંકડા પર આવી જતા આગામી સમયમાં દેશના રાજકારણમાં નવા-જૂની
થઈ શકે છે.
નેતન્યાહૂ સરકારના ગઠબંધનમાં કુલ 13 પક્ષો સામેલ છે. દેશની કુલ 120 બેઠકોમાંથી નેતન્યાહૂ પાર્ટી
લિકુડ પાસે 32 બેઠકો, અલ્ટ્રા-ઓર્થોડૉક્ટની શાસ નામની પાર્ટીની 11 બેઠકો, બેઝાલેલ સ્મોટ્રિચની ધાર્મિક
સિયોનવાદ પાર્ટીની સાત બેઠકો, રાજીનામું આપનાર ઈતામર બેન-ગવીરની યહૂદી શક્તિ પાર્ટીની છ
બેઠકો, નેશનલ રાઈટ પાર્ટીની ચાર બેઠકો અને નોઆમ પાર્ટી એક બેઠક છે. આમ ગઠબંધનમાં કુલ 61
બેઠકો છે.
ગઠબંધનની વધુ એક શાસ પાર્ટીના યુટીજે પાર્ટી સારા સંબંધો છે. જો શાસ પણ સરકારમાંથી રાજીનામું
આપશે તો નેતન્યાહૂની સરકાર મુશ્કેલીમાં મુકાઈ શકે છે. જોકે યુટીજેનું રાજીનામું 48 કલાક પછી લાગુ
ગણાશે, તેથી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સમજૂતી કરવા માટે કેટલો સમય મળી જશે. જુલાઈના
અંતમાં સંસદમાં ગરમીઓની રજાઓ શરૂ થવાની છે, જેના કારણે સંકટમાં આવેલા નેતન્યાહૂના
ગઠબંધનને ત્રણ મહિનાનો સમય મળી શકે છે. અગાઉ પણ નેતન્યાહૂ અનેક રાજકીય સંકટોમાંથી પસાર
થઈ ચુક્યા છે.