Sunday, July 27, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જેને ડર લાગતો હોય એ અત્યારથીજ રજા લઇ લે : કમાન સંભાળતા જ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા આકાર પાણીએ

સલાહ નહિ હવે સહકાર આપો પદગ્રહણ સમારોહમાં કાર્યકરોને પરેશ ધાનાણીનો ટોણો

dharmendravaghela by dharmendravaghela
2025-07-23 12:02:36
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

મૃતપ્રાય ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ પૂરવા હાઇકમાન્ડે મોરચો સંભાળ્યો છે, ત્યારે શક્તિસિંહ ગોહિલની

વિદાય બાદ ગુજરાત કોંગ્રેસની કમાન અમિત ચાવડાએ સંભાળી લીધી છે. પદગ્રહણ સમારોહમાં પદભાર

સંભાળતાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જેને સરકાર સામે લડત લડવામાં ડર

લાગતો હોય તે ખુશીથી રજા લઇ લે તો વધુ ગમશે. ગુજરાત કોંગ્રેસનું સુકાન સંભાળ્યા પછી હવે મહા

નગર પાલિકા સહિત સ્થાનિક સ્વરાજયની ચૂંટણી જીતવી એ કોંગ્રેસ માટે પડકારરૂપ છે. જોકે, અમિત

ચાવડાએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો કે, જો વિપક્ષ તરીકે અસરકારક ભૂમિકા ભજવવામાં કોઈ કચાશ નહીં

રાખીએ અને લોકોના પ્રશ્નો માટે છેક સુધી લડીશું તો વર્ષ 2028માં ગુજરાતની જનતા ગાંધીનગરના

સિંહાસને જરૂર બેસાડશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પાસે આયોજીત પદગ્રહણ સમારોહમાં અમિત ચાવડાએ સરકાર પર

નિશાન સાધતાં કહ્યું કે, ગુજરાતમાં ખોટી રીતે જમીન માપણીનો પ્રશ્ન હોય, મનરેગામાં ભાજપના

મંત્રીપુત્રોનું કરોડોનું કૌભાંડ હોય, પશુપાલકોનો પ્રશ્ન હોય આ તમામ માટે કોંગ્રેસ આક્રમકતા સાથે

લોકોના પ્રશ્નોને લઈને લડત લડશે. બેરોજગારી ઉપરાંત આદિવાસીઓની જમીનના હક માટે લડીશું,

વસ્તીના પ્રમાણમાં બજેટની ફાળવણી થવી જોઈએ. આજે માત્ર વાતો કરીને છૂટા પડવાનું નથી પરંતુ,

કોંગ્રેસના ઇરાદાઓને ઘર ઘર સુધી પહોંચાડવા સંકલ્પ લેવો પડશે. ભૂતકાળમાં જે ભૂલો થઈ છે તે

સુધારવાનો પ્રયત્ન કરીશું.
સાંસદ ગેનીબેન ઠાકોરે એવી કડવી ટકોર કરી કે, હવે સંગઠનમાં વધુ કડકાઈ દાખવી કામ કરવાની જરૂર

છે. બીમાર હોય તો કડવી દવા જ અસરકારક હોય છે. કોંગ્રેસના દરેક કાર્યકર નક્કી કરે કે, આપણે 12

બેઠકોમાંથી 121 બેઠકો સુધી પહોંચવા પ્રયાસ કરીશું. આ એ જ કોંગ્રેસ છે જેણે મને પંચાયતથી

પાર્લામેન્ટ સુધી પહોંચાડી છે. પદગ્રહણ સમારોહમાં પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીએ કાર્યકરોને ટોણો

માર્યો કે, સલાહ નહીં, હવે સહકાર આપો. અમે તો હારની જવાબદારી સ્વીકારી રાજીનામા ધરી દીધાં પણ

કાર્યકરો તમે તો જવાબદારી સ્વીકારો. વિધાનસભાની ચૂંટણીને આડે 100 અઠવાડિયા બાકી છે ત્યારે

સંગઠનને મજબૂત કરી ચૂંટણી જીતવાના કામે લાગી જાઓ.

Tags: amit chavadagpccpadgrahan samaroh
Previous Post

વિદ્યાર્થીઓ હવે એકસાથે બે કોલેજમાં ભણી શકશે

Next Post

પાકિસ્તાન કટ્ટરતા અને આતંકવાદમાં ડૂબેલો દેશ: પાર્વથાનેની હરિશ

dharmendravaghela

dharmendravaghela

Related News

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી
તાજા સમાચાર

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી

July 26, 2025
ખુરશી પ્રજાની સેવા માટે હોય ન કે ઘમંડ કરવા: CJI ગવઈ
તાજા સમાચાર

ખુરશી પ્રજાની સેવા માટે હોય ન કે ઘમંડ કરવા: CJI ગવઈ

July 26, 2025
રાહુલ ગાંધી વડોદરા ખાતે પહોંચ્યા સહકારી સંગઠનો સાથે કરશે બેઠક
તાજા સમાચાર

રાહુલ ગાંધી વડોદરા ખાતે પહોંચ્યા સહકારી સંગઠનો સાથે કરશે બેઠક

July 26, 2025
Next Post
પાકિસ્તાન કટ્ટરતા અને આતંકવાદમાં ડૂબેલો દેશ: પાર્વથાનેની હરિશ

પાકિસ્તાન કટ્ટરતા અને આતંકવાદમાં ડૂબેલો દેશ: પાર્વથાનેની હરિશ

બાંગ્લાદેશે કર્યું તે કર્યું, પણ ભારત નિભાવશે પાડોશી ધર્મ : ભારત બર્ન સ્પેશિયાલિસ્ટ ડોકટરો, નર્સોની  ટીમ ઢાકા મોકલશે

બાંગ્લાદેશે કર્યું તે કર્યું, પણ ભારત નિભાવશે પાડોશી ધર્મ : ભારત બર્ન સ્પેશિયાલિસ્ટ ડોકટરો, નર્સોની ટીમ ઢાકા મોકલશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.