આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થવા પામી છે. શ્રદ્વાળુઓ મોટી સંખ્યામાં સોમનાથ મહાદેવના
દર્શને પહોચ્યા છે. સોમનાથ મંદિર પરિસર હરહર મહાદેવ અને જય સોમનાથનો નાદ ગુંજ્યો હતો.
સોમનાથ મંદિર દર્શન માટે સવારે 5.30 કલાકે ખોલવામાં આવ્યું હતું. સોમનાથ મહાદેવને વિશેષ શૃંગાર
પણ કરવામાં આવ્યો હતો. સોમનાથ પરિસરમાં પદયાત્રા નીકળશે.
ગીર સોમનાથમાં શ્રાવણ મહિનાને લઈ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
પોલીસ અધિક્ષક ગીર સોમનાથ દ્વારા આગામી તા.૨૫/૦૭/૨૦૨૫ થી તા.૨૩/૦૮/૨૦૨૫ સુધી શ્રાવણ
માસ સબબ સોમનાથ મંદિર ખાતે દર્શનાર્થીઓની ભીડ રહેતી હોય અને શ્રધ્ધાળુઓ મોટા પ્રમાણમાં
વાહનો લઈને આવતા હોય, જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ટ્રાફિકની સમસ્યા નિવારવી
ખુબજ જરૂરી હોય છે.જેથી શ્રાવણ માસ દરમ્યાન આવતા શ્રધ્ધાળુઓના વાહનોની એન્ટ્રી (૧) સફારી
બાયપાસ અને વેરાવળ શહેર તરફથી આવતા તમામ પ્રકારના વાહનો ગુડલક સર્કલ થઈ વેણેશ્વર ચોકડી
થઈ એક માર્ગીય રીતે ન્યુ ગૌરીકુંડ પાસે આવેલ સોમનાથ ટ્રસ્ટના પાર્કિંગમાં આવશે અને ત્યાંથી વાહનો
પાર્કિંગમાં મુકીને દર્શનાર્થી દર્શન કરી પરત ફરે ત્યારે પાર્કિંગમાંથી વાહનો લઈ ત્રિવેણી રોડ ઉપર
આવેલ પ્રજાપતિ ધર્મશાળા પાસે નવા બનેલ સિમેન્ટ રોડ ઉપર સોમનાથ ટ્રસ્ટના એકઝીટ ગેટથી બહાર
નિકળી અવધુતેશ્વર મહાદેવ ત્રણ રસ્તા થઈ સફારી બાયપાસથી બહાર નિકળશે તથા (૨) ગુડલક
સર્કલથી હમીરજી સર્કલ સુધી તથા હમીરજી સર્કલથી ત્રિવેણી ઘાટ સુધીનો રસ્તો “નો પાર્કિંગ ઝોન” જાહેર
થવાનુ જાહેરનામું પ્રસિધ્ધ થવા દરખાસ્ત રજૂ થયેલ છે.