વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટનનો પ્રવાસ પૂર્ણ કર્યા પછી માલદીવ્સ જવા રવાના થયા. રાષ્ટ્રપતિ
મોહમ્મદ મુઈજ્જુના આમંત્રણ પર વડાપ્રધાન મોદી ચીફ ગેસ્ટ તરીકે માલદીવ્સના સ્વતંત્રતા દિવસની
ઉજવણીમાં હાજરી આપશે.
માલદીવ્સમાં ભારતના હાઈ કમિશનર જી. બાલાસુબ્રમણ્યમે જણાવ્યું હતું કે, ‘શુક્રવાર (25મી જુલાઈ)થી
શરૂ થઈ રહેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસીય મુલાકાત દરમિયાન ભારત અને માલદીવ્સ વચ્ચે
ડિફેન્સ કરાર સહિત અનેક કરારો પર હસ્તાક્ષર થવાની આશા છે. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને
મજબૂત બનાવવા માટે આ એક મહત્ત્વપૂર્ણ મુલાકાત છે.’
વડાપ્રધાન મોદીની આ મુલાકાત અંગે જી. બાલાસુબ્રમણ્યમે જણાવ્યું હતું કે, ‘આ ત્રીજી વખત છે જ્યારે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી માલદીવ્સની મુલાકાત લેશે. તેમણે પહેલી વાર 2018માં અને પછી 2019માં
માલદીવની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુના કાર્યકાળ દરમિયાન કોઈ રાજ્યના
વડાની આ પહેલી મુલાકાત પણ છે.