ચાર દિવસના વિદેશ પ્રવાસે ગયેલા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે યુ.કે. ખાતે પહોંચ્યા છે.
તેમણે યુ.કે.ના વડા પ્રધાન સાથે એક ઐતિહાસિક કરાર કર્યો છે. બંને દેશો વચ્ચે ફ્રી ટ્રે઼ડ એગ્રીમેન્ટ(FTA)
પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરારના ફાયદા શું છે? એ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માહિતી
આપી છે.
ફ્રી ટ્રે઼ડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે,
“આ કરાર માત્ર આર્થિક કરાર નથી, પરંતુ બંને દેશ વચ્ચેની સમૃદ્ધિનો રોડમેપ છે. આ કરારથી ભારતના
ખેડૂતો, માછીમારો, એમએસએમઈ એકમો તથા વિવિધ ઉદ્યોગોને સીધો લાભ થશે. ભારતીય કપડાં,
બુટ-ચંપલ, રત્ન અને ઘરેણા, સી ફૂડ અને ઇજનેરી વસ્તુઓને બ્રિટનમાં વધુ સારું માર્કેટ મળશે. વડા
પ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું કે, “આ સિવાય ભારતની ખેત-પેદાશો અને પ્રોસેસ્ડ ફૂડ ઉદ્યોગને
પણ બ્રિટનમાં નવી તકો મળશે. ભારતના લોકો અને ઉદ્યોગ ક્ષેત્રને હવે બ્રિટનમાં નિર્માણ પામેલા ઉચ્ચ
ગુણવત્તાવાળા મેડિકલ ઉપકરણો વાજબી અને સસ્તા ભાવે મળી રહેશે. જેથી આરોગ્ય ક્ષેત્રની વેગની
સાથોસાથ ટેક્નોલોજી ટ્રાન્સફર અને નવીનતાને પણ પ્રોત્સાહન મળશે.