કેનેડાના સરેમાં પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્માના કાફેમાં ફરી ગોળીબાર થયાના સમાચાર છે. ગોલ્ડી
ધિલ્લોન નામના ગેંગસ્ટરે આ ગોળીબારની જવાબદારી લીધી છે. સુરક્ષા એજન્સીઓ અને મુંબઈ પોલીસ
હાલમાં આ સમાચારની ચકાસણી કરી રહી છે. અત્યાર સુધી ગોળીબારમાં કોઈને ઈજા થઈ હોવાના કોઈ
સમાચાર નથી.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં કારમાં બેઠેલા કેટલાક લોકો કાફે
તરફ ગોળીબાર કરતા જોવા મળે છે. આ વીડિયો 9 સેકન્ડનો છે, જેમાં 12 રાઉન્ડથી વધુ ગોળીબાર
કરવામાં આવ્યો હતો. સ્થાનિક પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે. ગોલ્ડી ધિલ્લોન પોતાને
લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય કહે છે. તેણે કહેલ કે અમે તેને ફોન કર્યો હતો, પરંતુ તેણે રિંગ સાંભળી ન
હતી, જેના કારણે અમારે કાર્યવાહી કરવી પડી હતી. જો તે ફરીથી ફોન કરવા પર રિંગ સાંભળે છે, તો
મુંબઈમાં ટૂંક સમયમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે.