ગીર સોમનાથના સૂત્રાપાડામાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. સવારના 2 કલાકમાં સાડા
પાંચ ઈંચ તો છેલ્લા 24 કલાકમાં 11 ઈંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
પ્રશ્નાવડા ગામે લોકોના મકાનો અને દુકાનોમાં પાણી ઘૂસ્યા હતા.
સૂત્રાપાડા સહિત ગીર સોમનાથના તમામ તાલુકાઓમાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો
હતો. ગીર ગઢડામાં પાંચ, પાટણ-વેરાવળમાં છ, કોડીનારમાં 5 તો તાલાલા અને ઉનામાં અઢી-અઢી ઈંચ
વરસાદ ખાબક્યો હતો. આજે પણ જિલ્લામાં વરસાદનું એલર્ટ અપાયું છે.
સુત્રાપાડાના પ્રશ્નાવડા ગામે કોળીવાડા વિસ્તારમાં રહેણાંક મકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા. વરસાદી
પાણી ઘરોમાં ઘૂસતા ઘરવખરીને નુકસાન થયુ હતું. આ વિસ્તારમાં આવેલી દુકાનોમાં પાણી ઘૂસ્યા હતા.
અચાનક જ વરસાદી પાણી આવી જતા નિશાળ વાળા વિસ્તારમાં રહેતા લોકોને હાલાકીનો સામનો કરવો
પડી રહ્યો છે. સુત્રાપાડામાં વહેલી સવારે 4 થી 6માં સાડા પાંચ ઇંચ વરસાદ વરસ્યો હતો. ગીર ગઢડામાં
રાત્રે 2 થી 4માં પાંચ ઇંચ વરસાદ વરસ્યો હતો. મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેર તેમજ
આસપાસના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી. લુણાવાડા શહેર તેમજ સોનેલા
હરદાસપુર પાવાપુર ચરેલ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થયો હતો. લાંબા સમયથી વરસાદ
ખેંચાયા બાદ હવે વરસાદ શરૂ થતા ખેડૂતોને સારા વરસાદની આશા છે.
21 તારીખ સુધી ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના મોડલના આંકલન મુજબ 19 અને 21 ઓગસ્ટ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં અતિ
ભારે વરસાદની આગાહી છે. વરસાદના પ્રમાણને જોતા અહીં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
છે. આ સમય દરમિયાન કચ્છમાં પણ અતિ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી
સાત દિવસ સુધી ગુજરાતમાં સાર્વત્રિક ભારે વરસાદનું અનુમાન છે.