Tuesday, August 26, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મારુતિની પ્રથમ ગ્લોબલ ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી

મારુતિ સુઝુકીના નવા બેટરી પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કર્યું

dharmendravaghela by dharmendravaghela
2025-08-26 12:21:27
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના પોતાના પ્રવાસના બીજા દિવસે બહુચરાજીમાં મારુતિ સુઝુકીની પ્રથમ ઇલેક્ટ્રિક કાર ‘Maruti e Vitara’નું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે હાંસલપુર સ્થિત મારુતિ સુઝુકીના નવા બેટરી પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર અને બેટરી પ્લાન્ટ ભારતના ઇલેક્ટ્રિક વાહન ક્ષેત્રે એક નવી દિશા આપશે. નવા બેટરી પ્લાન્ટના ઉદ્ઘાટનથી ભારતમાં લિથિયમ-આયર્ન બેટરીના હાઇબ્રિડ ઇલેક્ટ્રોડનું સ્થાનિક ઉત્પાદન શરૂ થશે. આ પગલું ભારતના બેટરી ઇકોસિસ્ટમને નવો તબક્કો આપશે અને વિદેશી નિર્ભરતા ઘટાડવામાં મદદ કરશે. આ પ્લાન્ટ ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપશે, જે સ્વચ્છ ઉર્જા અને પર્યાવરણ સંરક્ષણ માટે મહત્વપૂર્ણ છે. ગુજરાતમાં ઈ-મોબિલિટી ક્ષેત્રે આ પગલું ઔદ્યોગિક વિકાસનો નવો દોર ખોલશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
તેમનો આ ગુજરાત પ્રવાસ રાજ્યના ઔદ્યોગિક અને આર્થિક વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થયો છે. આ પગલું વડાપ્રધાનના ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ વિઝનને વધુ મજબૂત બનાવે છે. ભારતમાં સંપૂર્ણપણે નિર્મિત પ્રથમ ઇલેક્ટ્રિક કાર છે. આ કાર જાપાન સહિત 100 થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવશે. જે ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલની વૈશ્વિક સફળતા દર્શાવે છે. આ પ્રોજેક્ટ ભવિષ્યમાં ગુજરાતને ઇલેક્ટ્રિક વાહન ક્ષેત્રનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર બનાવશે, જેનાથી રોજગારીની નવી તકો ઊભી થશે અને આર્થિક વિકાસને વેગ મળશે.

Tags: gujaratmodi launches global electric car
Previous Post

દિલ્હી AAP નેતાના ઘરે EDના દરોડા! આ કથિત કૌભાંડ મામલે કાર્યવાહી

Next Post

ભાવનગરમાં પશુપાલકો અને માલધારીઓ દ્વારા રેલી કાઢી આવેદન આપવામાં આવ્યું

dharmendravaghela

dharmendravaghela

Related News

દિલ્હી AAP નેતાના ઘરે EDના દરોડા! આ કથિત કૌભાંડ મામલે કાર્યવાહી
તાજા સમાચાર

દિલ્હી AAP નેતાના ઘરે EDના દરોડા! આ કથિત કૌભાંડ મામલે કાર્યવાહી

August 26, 2025
ભારત-પાક સંઘર્ષ દરમિયાન સાત જેટ તોડી પડાયા! ટ્રમ્પે ફરી કર્યો મોટો દાવો
આંતરરાષ્ટ્રીય

ભારત-પાક સંઘર્ષ દરમિયાન સાત જેટ તોડી પડાયા! ટ્રમ્પે ફરી કર્યો મોટો દાવો

August 26, 2025
ભારતના ભારે આક્રમણથી અમે પોતે જ યુદ્ધવિરામની વિનંતી કરી: પાક . વિદેશપ્રધાન  ઇશાક
આંતરરાષ્ટ્રીય

ભારતના ભારે આક્રમણથી અમે પોતે જ યુદ્ધવિરામની વિનંતી કરી: પાક . વિદેશપ્રધાન ઇશાક

August 26, 2025
Next Post
ભાવનગરમાં પશુપાલકો અને માલધારીઓ દ્વારા રેલી કાઢી આવેદન આપવામાં આવ્યું

ભાવનગરમાં પશુપાલકો અને માલધારીઓ દ્વારા રેલી કાઢી આવેદન આપવામાં આવ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.