અફઘાનિસ્તાનના દક્ષિણ-પૂર્વીય વિસ્તારમાં રવિવાર અને સોમવારની મધ્યરાત્રિએ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 માપવામાં આવી હતી, જે શક્તિશાળી શ્રેણીમાં આવે છે. આ ભૂકંપને કારણે અત્યાર સુધીમાં 600થી વધુ લોકોના મોત જ્યારે 1500થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી રહી છે.
31 ઓગસ્ટ, 2025ના ભૂકંપ માટે તાલિબાન સરકારના અધિકારીઓએ મૃત્યુઆંકના ચોક્કસ આંકડા આપ્યા છે. સૌથી લેટેસ્ટ સત્તાવાર આંકડા મુજબ અત્યાર સુધીમાં ભયાનક ભૂકંપને કારણે અફઘાનિસ્તાનના જુદા જુદા શહેરો અને વિસ્તારોમાં 509 થી વધુ લોકો માર્યા ગયા છે અને 1,330થી વધુ લોકો ઘાયલ થયા છે. હાલમાં હજુ પણ રેસ્ક્યૂ ઓપરેશનની કાર્યવાહી ચાલી રહી છે. ભૂકંપ એટલો તીવ્ર હતો કે તેના આંચકા સમગ્ર પાકિસ્તાન અને દિલ્હી-એનસીઆર સુધી અનુભવાયા હતા. ભૂકંપની જાણ થતાં જ જ લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા. એનસીઆરના રહેવાસીઓએ જણાવ્યું હતું કે મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ઇમારતો ધ્રુજી ઉઠી હતી અને લોકો બહાર દોડી આવ્યા હતા.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અહેવાલ મુજબ રવિવારે રાતના 12.47 વાગ્યાના સુમારે પહેલો આંચકો નોંધવામાં આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા 6 રિકટર સ્કેલની હતી, જ્યારે ભૂકંપનું કેન્દ્ર જમીનથી અંદર 160 કિલોમીટર નીચે હતું. એના પછી ભૂકંપના અનેક આંચકા અનુભવાયા છે.જેમાં રવિવારે રાત્રે 12.47 વાગ્યે 6.03ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. એના પછી બીજો આંચકો રાતના 1.08 વાગ્યે 4.07ની તીવ્રતાનો ભૂકંપ. એના પછી રાતના 1.59 વાગ્યે 4.3ની તીવ્રતાનો ભૂકંપ. ઉપરાત, રાતના 3.03 વાગ્યે 5ની તીવ્રતાનો ભૂકંપ. સોમવારે સવારે 5.16 વાગ્યે 5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો.ભૂકંપ એટલો તીવ્ર હતો કે તેના આંચકા સમગ્ર પાકિસ્તાન અને દિલ્હી-એનસીઆર સુધી અનુભવાયા હતા. ભૂકંપની જાણ થતાં જ જ લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા. એનસીઆરના રહેવાસીઓએ જણાવ્યું હતું કે મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ઇમારતો ધ્રુજી ઉઠી હતી.






