ભાવનગર,તા.6
શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેદુતવાસ રાજપૂત વાડામાં બે દિવસ પૂર્વે ધોળા દિવસે થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી એલસીબી એ તસ્કરને મુદામાલ સાથે ઝબ્બે કર્યો છે.. પોલીસે ચોરી થયેલા રૂ.5 લાખના સોના-ચાંદીના દાગીના સાથે પડોશી શખ્સને ઝડપી લઈ કાયેદસરની કાર્યવાહી હાથ ધરી હતી.
એલસીબી ટીમના સ્ટાફ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી કે, આનંદનગર ગોકુલનગર, બુધા મામાના ઓટલા પાસે એક શંકાસ્પદ વ્યક્તિ બેઠો છે, જેની પાસે મોટી માત્રામાં સોના-ચાંદીના દાગીના છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને બાતમીવાળી જગ્યાએ પહોંચી. પોલીસે ત્યાં હાજર સંજય રમેશભાઈ રાઠોડ ઉ.વ.21ને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી રૂ.5,00,800 ની કિંમતના સોના-ચાંદીના દાગીના મળી આવ્યા હતા, જેમાં સોનાના હાર, ચેઈન, મંગળસૂત્ર, બુટ્ટી, વીંટી, નથ અને ચાંદીના છડા, પોંચી, કડલી અને સિક્કાઓનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો,
પૂછપરછ દરમિયાન સંજય રાઠોડે કબૂલ્યું હતું કે, તેણે 2 સપ્ટેમ્બર 2025ના રોજ તેના પાડોશી શંકરભાઈના ઘરેથી આ ચોરી કરી હતી. શંકરભાઈનું ઘર બંધ હોવાથી, તેણે ઘરના મીટર પરથી ચાવી લઈ મકાન ખોલ્યું હતું. ત્યારબાદ કબાટની ચાવી શોધી તિજોરીમાંથી દાગીનાની ચોરી કરી હતી. આરોપી સંજય રાઠોડ સામે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 305(એ) અને 331(1) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આરોપી સંજય રાઠોડનો અગાઉ પણ મોબાઇલ ચોરીના ગુનામાં ઇતિહાસ રહેલો છે. પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી માટે આરોપીને ઘોઘા રોડ પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે.c=”https://aaspassdaily.com/wp-content/uploads/2025/09/chor.jpeg” alt=”” width=”1214″ height=”1251″ class=”alignnone size-full wp-image-72378″ />