અનંત ચતુર્દશી એટલે ભગવાન અનંતના આવિષ્કારનો દિવસ.વિઘ્નહર્તા દેવ ગણેશજીની દસ દિવસ
દરમિયાન આરાધના કર્યા બાદ આજના પવિત્ર દિવસે ગણશજીને ભાવભરી વિદાય આપી આગલા વર્ષે
જલ્દી પધારવા ભાવિકો નિમંત્રણ આપે છે.ગણેશ વિસર્જન ભાવિકો માટે લાગણીપૂર્ણ છે,મુંબઈ સહિત
દેશભરમાં આજે ભાવિકોએ અશ્રુભીની આંખે બાપ્પાને વિદાઈ આપી હતી.