પશ્ચિમી સિક્કિમના યાંગથાંગ વિસ્તારમાં ગુરૂવારે મોડી રાત્રે ભૂસ્ખલનની ઘટના સામે આવી હતી. આ
ઘટનામાં આશરે ચાર લોકોના મોત થઈ ચુક્યા છે અને ત્રણ ગુમ છે. સિક્કિમ પોલીસ દ્વારા શેર કરવામાં
આવેલા વીડિયોમાં અધિકારી તેજ વહેતા પ્રવાહ, તોફાની પૂરના પાણીમાં દોરડા અથવા ટેકાની મદદથી
ઊભા રેહલા જોવા મળે છે.
પોલીસ ટીમે સ્થાનિક લોકો અને SSB કર્મચારીઓ સાથે મળીને પૂરગ્રસ્ત હ્યુમ નદી પર ઝાડના
લાકડાનો ઉપયોગ કરીને કામચલાઉ પુલ બનાવ્યો હતો. આ પુલની મદદથી તેમણે અસરગ્રસ્ત
વિસ્તારમાંથી બે ઈજાગ્રસ્તને મહિલાઓને બચાવવામાં સફળતા મેળવી.
મળતી માહિતી મુજબ, એસપી ગેજિંગ શેરિંગ શેરપાએ જણાવ્યું હતું કે, સફળ સ્થળાંતર અને જિલ્લા
હોસ્પિટલમાં તાત્કાલિક પરિવહન છતાં, એક મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. બીજી એક
મહિલાની હાલત ગંભીર છે અને ત્રણ હજુ પણ ગુમ છે.પોલીસે જણાવ્યું હતું કે, ભારે વરસાદને કારણે
સમગ્ર વિસ્તારમાં અનેક ભૂસ્ખલન થયું હતું.