NDAના ઉમેદવાર અને મહારાષ્ટ્રના પૂર્વ રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને આજે શુક્રવારે 15માં ઉપરાષ્ટ્રપતિ પદે શપથ ગ્રહણ કર્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેમને પદ અને ગોપનીયતાના શપથ ગ્રહણ કરાવ્યા છે. આ સપથ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત રાજનાથસિંહ, અમિત શાહ સહીત ઉપસ્થિ રહ્યા હતા આ ઉપરાંત આ શપથ ગ્રહણ સમારોહમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પણ જોવા મળ્યા હતા. તે 21 જુલાઈના રોજ રાજીનામું આપ્યા બાદ પ્રથમ વખત જાહેરમાં જોવા મળ્યા છે.
સીપી રાધાકૃષ્ણનની શપથવિધિ દરમિયાન જગદીપ ધનખડ અન્ય પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ અને હામિદ અન્સારીની બાજુમાં બેઠા હતા. 53 દિવસ બાદ તેઓ પહેલી વખત જાહેર સમારોહમાં જોવા મળ્યા હતા. જગદીપ ધનખડે ઓગસ્ટ, 2022માં ઉપરાષ્ટ્રપતિનું પદ સંભાળ્યુ હતું. 21 જુલાઈના રોજ સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ રાજીનામું આપી દીધુ હતું. તેમણે સ્વાસ્થ્યનો હવાલો આપી રાજીનામું આપ્યું હતું. તેમના રાજીનામા બાદ વિપક્ષે વાંધો ઉઠાવતાં વિવાદ સર્જાયો હતો.