સુરતમાં ટ્રેન ઊંધા ટ્રેક પર દોડવા લાગી હતી, ટ્રેન આગળ ચાલી ત્યારબાદ થોડા સમય પછી રેલવે વિભાગને જાણ થઈ કે, ટ્રેન મુંબઈના બદલે જલગાંવ ટ્રેક પર ચાલી રહી છે.સુરતમાં એક અજબની ઘટના બની હતી, જેમાં ટ્રેન ઊંધા ટ્રેક પર દોડવા લાગી હતી, રેલવે વિભાગને આ બાબતે જાણ થતા ટ્રેનનો ટ્રેક બદલાવ્યો હોવાની વાત સામે આવી છે. મુંબઈ રેલવે ડિવિઝનની બેદરકારીના કારણે આ ઘટના બની હોવાની વાત સામે આવી છે, તો ટ્રેન અઢી કલાક મોડી પડતા મુસાફરો પણ અકળાયા છે.
ઘટનાની જાણ થતાની સાથે જ રેલવે વિભાગના અધિકારીઓ દોડતા થયા હતા અને નિયોલ પાસેથી ટ્રેનને પરત સીધા ટ્રેક પર દોડાવી હતી, આ રેલવેની બેદરકારીના કારણે મુસાફરોને હાલાકી પડી રહી છે, તો રેલવે વિભાગના અધિકારીઓનું કહેવું છે કે આ મામલે તપાસ કરવામાં આવશે અને જેની ભૂલ હશે તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.
તો સિગ્નલ સહીતના વિભાગની પણ જવાબદારી નક્કી થશે તેમાં કોઈની ભૂલ હશે તેની સામે કાર્યવાહી થશે, ગાર્ડને ઉધના ઉતારી દેવામાં આવ્યો હતો અને આ ઘટનાને લઈ તપાસ કરવામાં આવી રહી છે, કોની ભૂલના કારણે આ સમસ્યા થઈ તેને લઈ તપાસ ચાલી રહી છે, રેલવે વિભાગની આ બેદરકારી હતી અને તેના કારણે મુસાફરો પણ ત્રાસી ગયા હતા, આ તો સારૂ છે કે ટ્રેક પર અન્ય કોઈ ટ્રેન આવતી ન હતી, જો બીજા ટ્રેકની ટ્રેન આવતી હોત તો અકસ્માત થવાની પણ સંભાવના સેવી શકાય.