ઓપરેશન સિંદૂરમાં મળેલી કારમી હાર બાદ હજુયે પાકિસ્તાનને ભારત તરફથી હુમલાનો ડર સતાવી
રહ્યો છે. ભારતે 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાનો બદલો લેવા
પાકિસ્તાનના 9 આતંકી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો, જેમાં 100થી વધુ આતંકવાદીઓને ઠાર કરાયા
હતા.ત્યારબાદ પાકિસ્તાને વળતો જવાબ આપવાનો પ્રયાસ કર્યો તો ભારતે મિસાઈલ હુમલામાં તેના 11
સૈન્ય ઠેકાણાઓનો નાશ કરી દીધો હતો. આ દરમિયાન ભારતે પાકિસ્તાન દ્વારા છોડવામાં આવેલા ચીની
અને તુર્કીના હથિયારો તોડી પાડ્યા હતા. તેથી હવે પાકિસ્તાન સુરક્ષા માટે સાઉદી અરેબિયા પહોંચ્યું હતું.
બુધવારે પાકિસ્તાને સાઉદી અરેબિયા સાથે સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે.જે અંતર્ગત બંનેમાંથી
કોઈ એક દેશ પરના આક્રમણને બંને દેશો પરનો હુમલો ગણવામાં આવશે. ખાસ વાત એ છે કે
પાકિસ્તાને આ હસ્તાક્ષર એવા સમયે કરી છે, જ્યારે પાકિસ્તાનના ભારત સાથેના સંબંધો તંગ બનેલા છે.
મીડિયા અહેવાલ અનુસાર, વ્યૂહાત્મક પરસ્પર સંરક્ષણ કરાર પર વડાપ્રધાન શાહબાઝ શરીફની રિયાધની
મુલાકાત દરમિયાન હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. અલ-યમ્માહ પેલેસમાં ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન
મોહમ્મદ બિન સલમાને તેમનું સ્વાગત કર્યું હતું. હસ્તાક્ષર સમારોહ બાદ આપવામાં આવેલા સંયુક્ત
નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, લગભગ આઠ દાયકાઓથી ચાલી રહેલી ભાગીદારીને આગળ વધારતા
તેમજ ભાઈચારા, ઇસ્લામી એકતા તેમજ સહિયારી રણનીતિગત હિતોના બંધન પર આધારિત બંને
પક્ષોએ રણનીતિક પારસ્પરિક રક્ષા સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. આ પહેલા સાઉદીની રાજધાની
પહોંચેલા પાકિસ્તાનના વડા પ્રધાન શરીફનું સ્વાગત રિયાદના ઉપ-ગવર્નર મુહમ્મદ બિન અબ્દુલરહમામ
બીબ અબ્દુલઅજીજે કર્યું હતું.
ઈઝરાયલે કતાર પર કરેલા હુમલાથી સમગ્ર પણ મુસ્લિમ દેશોમાં ફફડાટ
જ્યારથી ઈઝરાયલે કતાર પર હુમલો કર્યો છે ત્યારથી સમગ્ર મુસ્લિમ દેશોમાં ફફડાટની સ્થિતિ જોવા
મળી રહી છે. આ દરમિયાન ઈઝરાયલ સામે કાર્યવાહી કરવી એ પણ તેમની સામે એક મોટો પડકાર છે.
આ સૌની વચ્ચે મુસ્લિમ દેશો એકજૂટ થઇને NATO જેવી સેના ઊભી કરવાના પ્રયાસો કરી રહ્યા છે.
આ દિશામાં સાઉદી અરબ પાકિસ્તાને સાથે મળીને એક મોટું પગલું ભર્યું છે.
માહિતી અનુસાર પાકિસ્તાન અને સાઉદી અરબે એક મહત્ત્વપૂર્ણ ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા. જે કરારનું
નામ સ્ટ્રેટજિક મ્યુચ્યુઅલ ડિફેન્સ એગ્રીમેન્ટ રખાયું છે. આ ડીલ હેઠળ નક્કી થયું છે કે જો કોઈ એક દેશ
પર હુમલો થશે તો તે બંને દેશો પર હુમલો ગણાશે. આ સમજૂતી પાક. પીએમ શાહબાઝ શરીફની
સાઉદીની યાત્રા દરમિયાન થઈ હતી. સાઉદી અરબમાં અલ યમામા પેલેસ ખાતે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ
બિન સલમાન દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું.