અરુણાચલ પ્રદેશમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 નોંધવામાં
આવી હતી. ભૂકંપને કારણે કોઈ નુકસાન નથી થયું. અરુણાચલ પ્રદેશમાં આ પૂર્વે માર્ચ માસમાં ભૂકંપ
આવ્યો હતો. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર ભૂકંપ અરુણાચલ પ્રદેશના સિયાંગમાં આવ્યો હતો.
સિયાંગના ઉપરના ભાગોને અસર થઈ હતી. જ્યારે આ પૂર્વે 14 માર્ચે અરુણાચલ પ્રદેશના પશ્ચિમ
કામેંગમાં 4.0 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેમજ ગત વર્ષે 28 સપ્ટેમ્બરે તવાંગમાં 4.0 ની
તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેમજ 26 સપ્ટેમ્બર 2024 ના રોજ બસર નજીક પણ 5.7 ની તીવ્રતાનો
ભૂકંપ આવ્યો હતો.