બિહારમાં ચૂંટણીનો માહોલ છે અને પહેલા-બીજા તબક્કા માટે નોમિનેશનની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે
વિપક્ષના મહાગઠબંધનના આગેવાન રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ અને
તેમનો પરિવાર કાનૂની પ્રક્રિયામાં ગુંચવાઈ ગયો છે. લાલુ યાદવ, તેજસ્વી યાદવ અને રાબડી દેવી
દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટ પહોંચ્યા હતા અને આજે લેન્ડ ફોર જોબ કેસ અને આઈઆરસીટીસી કૌભાંડ
મામલે આરોપો નક્કી કરવા મામલે કોર્ટે ચુકાદો સંભળાવ્યો. કોર્ટે લાલુ યાદવના પરિવારને મોટો ઝટકો
આપતા કલમ 420 હેઠળ લાલુ, તેજસ્વી અને રાબડી દેવી સામે આરોપો ઘડ્યા છે.
લેન્ડર ફોર જોબ કેસમાં આરોપો નિશ્ચિત કરતાં ચુકાદો 25 ઓગસ્ટના રોજ આપશે. આઈઆરસીટી
કૌભાંડમાં પણ આરોપો નિશ્ચિત કરવા પર આજે ચુકાદો આપશે. રાઉજ એવન્યુ કોર્ટની વિશેષ સીબીઆઈ
કોર્ટે કહ્યું કે, લાલુ યાદવે ટેન્ડર પ્રક્રિયામાં દખલગીરી કરી હતી. ટેન્ડર પ્રક્રિયામાં મોટો ફેરફાર કર્યો હતો.
સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે લાલુ યાદવ વિરૂદ્ધ કેસ નોંધ્યો છે. રાબડી દેવી અને તેજસ્વી યાદવ વિરૂદ્ધ
છેતરપિંડી, ભ્રષ્ટાચાર સહિત અનેક કલમો હેઠળ આરોપો નિશ્ચિત થયા છે. કોર્ટે ષડયંત્ર, પદનો દુરૂપયોગ,
ટેન્ડર પ્રક્રિયામાં છેતરપિંડીના આરોપોસર લાલુ યાદવ અને તેમના પત્નીને દોષિત ઠેરવ્યા છે.
CBIના જણાવ્યા મુજબ, પહેલા ઉમેદવારોને રેલવેના વિવિધ ઝોનમાં (જેમ કે મુંબઈ, જબલપુર,
કોલકાતા, જયપુર, હાજીપુર) અવેજી તરીકે ગેરકાયદેસર રીતે ભરતી કરવામાં આવ્યા, અને જ્યારે તેમના
પરિવારોએ જમીનના સોદા કર્યા, ત્યારે તેમને પાછળથી નિયમિત કરવામાં આવ્યા હતા. CBI અને
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) આ મામલાની તપાસ કરી રહી છે. EDએ આ કેસમાં મની લોન્ડરિંગના
આરોપ હેઠળ લાલુ પરિવારની કરોડોની સંપત્તિ પણ જપ્ત કરી છે.