ભારતે વેસ્ટ ઇન્ડીઝને 7 વિકેટે હરાવી ટેસ્ટ સિરીઝમાં 2-0થી ક્લીન સ્વીપ કર્યું. ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધની 2 મેચની ટેસ્ટ સિરીઝમાં 2-0થી ક્લીન સ્વીપ કરી લીધું છે. ટીમે મંગળવારે બીજી ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝને 7 વિકેટથી હરાવ્યું. ભારતે પહેલી ટેસ્ટ ઇનિંગ્સ અને 140 રનથી જીતી હતી.
દિલ્હી ટેસ્ટમાં ભારતને 121 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે ભારતે 3 વિકેટના નુકસાને ચેઝ કરી લીધો. કેએલ રાહુલે ચોગ્ગો લગાવીને જીત અપાવી. તે 58 રન બનાવીને અણનમ પરત ફર્યો. શુભમન ગિલે કેપ્ટન તરીકે પોતાના હોમ ગ્રાઉન્ડ પર પહેલી ટેસ્ટ સિરીઝ જીતી છે.એક દિવસ પહેલાં ફોલોઑન રમી રહેલી વેસ્ટ ઇન્ડીઝ બીજી ઇનિંગ્સમાં 390 રન બનાવીને ઓલઆઉટ થઈ હતી. પહેલી ઇનિંગ્સમાં ભારતે 518 અને વેસ્ટ ઇન્ડીઝે 248 રન બનાવ્યા હતા. ભારતને પહેલી ઇનિંગ્સમાં 270 રનની મોટી લીડ મળી હતી. ભારતની પહેલી ઇનિંગ્સમાં કેપ્ટન શુભમન ગિલે અણનમ 129 અને યશસ્વી જયસ્વાલે 175 રન બનાવ્યા હતા.