Saturday, November 22, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

તાઈવાન વિવાદ મામલે જાપાનને અમેરિકાનું ખુલ્લું સમર્થન

ચીને જાપાન પર સમગ્ર ક્ષેત્રની શાંતિ અને સ્થિરતાને જોખમમાં મૂકવાનો આરોપ લગાવ્યો

dharmendravaghela by dharmendravaghela
2025-11-22 12:01:25
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકા અને ચીન વચ્ચેના પ્રાદેશિક તણાવમાં વધુ એક ગરમાવો આવ્યો છે. તાઈવાન મુદ્દે જાપાન દ્વારા ખુલ્લું વલણ અપનાવવામાં આવતાં ચીને આક્રમક પ્રતિક્રિયા આપી છે, જેના જવાબમાં અમેરિકાએ પોતાના મુખ્ય સાથી દેશ જાપાનને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે. આ ઘટનાક્રમ એશિયા-પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં શક્તિ-સંતુલન અને સુરક્ષા ગતિવિધિઓને એક નાજુક વળાંક પર લાવી દીધો છે. અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે જાપાનની સુરક્ષા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા અચળ છે.

વાસ્તવમાં વિવાદની શરૂઆત જાપાનના વડાપ્રધાન સનાએ તાકાઇચીના નિવેદનથી થઈ. તેમણે 7 નવેમ્બરે સંસદમાં કહ્યું હતું કે જો ચીન તાઈવાન પર હુમલો કરે છે, તો તે જાપાન માટે “જીવનને જોખમરૂપ સ્થિતિ” બની શકે છે. આ સંજોગોમાં, જાપાન સામૂહિક આત્મરક્ષા હેઠળ પ્રતિક્રિયા આપી શકે છે. ચીને આ નિવેદનનો સખત વિરોધ કર્યો અને જાપાન પર સમગ્ર ક્ષેત્રની શાંતિ અને સ્થિરતાને જોખમમાં મૂકવાનો આરોપ લગાવ્યો. ચીનની આ ઉગ્ર પ્રતિક્રિયા પછી, અમેરિકાએ જાપાનને પોતાનું સમર્થન આપ્યું.જાપાનના વિદેશ મંત્રી અને અમેરિકાના રાજદૂત જ્યોર્જ ગ્લાસ વચ્ચેની બેઠકમાં અમેરિકાએ ચીનની પ્રતિક્રિયાને “ઉશ્કેરણીજનક અને પ્રાદેશિક સ્થિરતા વિરુદ્ધ” ગણાવી. ગ્લાસે કહ્યું કે ચીને જાપાની સી-ફૂડ પર પ્રતિબંધ મૂક્યો છે અને પોતાના નાગરિકોને જાપાન ન જવાની સલાહ આપી છે, જે “ચીની આર્થિક દબાણ”નું વધુ એક ઉદાહરણ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે અમેરિકાની જાપાન સાથેની સૈન્ય ભાગીદારી એકદમ “અચળ” છે. વધુમાં, જાપાનની સુરક્ષા – જેમાં વિવાદાસ્પદ સેનકાકુ દ્વીપ (જેને ચીન દિયાઓયુ કહે છે) પણ સામેલ છે – તે અમેરિકાની મુખ્ય પ્રાથમિકતા છે.

અમેરિકાના સમર્થન છતાં, ચીન સતત જાપાન પર દબાવ વધારી રહ્યું છે. ચીને સ્પષ્ટ ચેતવણી આપી છે કે તાકાઇચી પોતાનું નિવેદન પાછું ખેંચે. જોકે, તાકાઇચીએ પોતાની વાત પર અડગ રહેતાં કહ્યું કે જાપાનની નીતિ બદલાશે નહીં, ભલે તેઓ ચીન સાથે સારા સંબંધો ઈચ્છે છે. આ ઉપરાંત, ચીને અમેરિકાને પેટ્રિયટ મિસાઈલ ઇન્ટરસેપ્ટરના જાપાની નિકાસ પર પણ નારાજગી વ્યક્ત કરી. ચીની વિદેશ મંત્રાલયે આરોપ લગાવ્યો કે બીજા વિશ્વયુદ્ધ પછી લાદવામાં આવેલા પ્રતિબંધોને અવગણીને જાપાન ઝડપથી “પુનઃ સૈન્યીકરણ” કરી રહ્યું છે, જે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાની વિરુદ્ધ છે અને આ પગલું અંતે નિષ્ફળ જશે.

Tags: japanTaiwanusa support
Previous Post

ચાલકને હૃદયરોગનો હુમલો આવતા બેકાબૂ બનેલી કારની ટક્કરથી ચાર લોકોના મોત

Next Post

દિલ્હીમાં હથિયાર સપ્લાયનું આંતરરાષ્ટ્રીય રેકેટ ઝડપાયું

dharmendravaghela

dharmendravaghela

Related News

દિલ્હીમાં હથિયાર સપ્લાયનું આંતરરાષ્ટ્રીય રેકેટ ઝડપાયું
તાજા સમાચાર

દિલ્હીમાં હથિયાર સપ્લાયનું આંતરરાષ્ટ્રીય રેકેટ ઝડપાયું

November 22, 2025
ચાલકને હૃદયરોગનો હુમલો આવતા બેકાબૂ બનેલી કારની ટક્કરથી ચાર લોકોના મોત
તાજા સમાચાર

ચાલકને હૃદયરોગનો હુમલો આવતા બેકાબૂ બનેલી કારની ટક્કરથી ચાર લોકોના મોત

November 22, 2025
મમદાની અને ટ્રમ્પની વ્હાઈટ હાઉસમાં મુલાકાતમાં અનેક મુદ્દાઓ ઉપર થઈ સહમતિ
આંતરરાષ્ટ્રીય

મમદાની અને ટ્રમ્પની વ્હાઈટ હાઉસમાં મુલાકાતમાં અનેક મુદ્દાઓ ઉપર થઈ સહમતિ

November 22, 2025
Next Post
દિલ્હીમાં હથિયાર સપ્લાયનું આંતરરાષ્ટ્રીય રેકેટ ઝડપાયું

દિલ્હીમાં હથિયાર સપ્લાયનું આંતરરાષ્ટ્રીય રેકેટ ઝડપાયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.