ભારત માટે રમતગમતના ક્ષેત્રમાં એક ઐતિહાસિક અને ગૌરવમય સમય આવી પહોંચ્યો છે. અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ યોજાશે, જેની હવે સત્તાવાર જાહેરાત કરી દેવાઈ છે. સ્કોટલેન્ડના ગ્લાસ્ગો ખાતે યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સની જનરલ એસેમ્બલીમાં આજે (૨૬ નવેમ્બર)ના રોજ અંતિમ નિર્ણયની જાહેરાત કરાઈ છે. આજની બેઠકમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ભારતનું ડેલિગેશન ગ્લાસ્ગો પહોંચ્યું છે. ગ્લાસ્ગોમાં યોજાયેલી બેઠકમાં સભ્ય દેશોની અમદાવાદના નામ પર મહોર લાગી છે. જણાવી દઈએ કે, અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ની યજમાની મળતા ભારત બીજી વખત કોમનવેલ્થ ગેમ્સ યોજવાનું ગૌરવ મેળવશે. આ પહેલા ભારતે ૨૦૧૦માં નવી દિલ્હીમાં ગેમ્સનું સફળ આયોજન થયું હતું. ભારતીય ઓલિÂમ્પક ઍસોસિએશને અગાઉ ૧૩ આૅગસ્ટના રોજ સત્તાવાર ધોરણે કોમનવેલ્થ ગેમ્સ માટે મંજૂરી આપી હતી. કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦નો સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવશે. આઇઓએ દ્વારા તેની સ્પેશિયલ જનરલ એસેમ્બલીમાં ૨૦૩૦ કોમનવેલ્થ ગેમ્સ બિડને મંજૂરી આપવામાં આવી હતી.
કોમનવેલ્થ સ્પોર્ટ્સના એÂક્ઝક્્યુટિવ બોર્ડે અગાઉથી જ અમદાવાદને પ્રસ્તાવિત કર્યું હતું, અને આજે ૭૪ સભ્ય દેશોના પ્રતિનિધિઓએ તેને મંજૂરી આપી દીધી છે. આ ૨૦૩૦ના ગેમ્સ કોમનવેલ્થ ગેમ્સના ૧૦૦ વર્ષના શતાબ્દી ઉજવણીના તરીકે યોજાશે, જે ૧૯૩૦માં કેનેડાના હેમિલ્ટનમાં પ્રથમ વખત યોજાયા હતા.
આ જાહેરાત ગ્લાસ્ગો, સ્કોટલેન્ડમાં ચાલી રહેલી કોમનવેલ્થ સ્પોર્ટ્સ જનરલ એસેમ્બ્લીમાં કરવામાં આવી, જ્યાં ભારતનું પ્રતિનિધિમંડળ ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં હાજર હતું. આ પ્રતિનિધિમંડળમાં ભારતીય ઓલિÂમ્પક અસોસિએશન (ૈંર્ંછ)ની પ્રેસિડેન્ટ પી.ટી. ઉષા, યુવા અને સાંસ્કૃતિક બાબતો વિભાગના પ્રિÂન્સપલ સેક્રેટરી આÂશ્વની કુમાર, ક્રીડા મંત્રાલયના જાઈન્ટ સેક્રેટરી કુનાલ સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થતો હતો.
ભારત અને ગુજરાત સરકાર તેમજ કોમનવેલ્થ ગેમ્સ એસોસિએશન ઓફ ઈÂન્ડયા (ઝ્રય્છૈં) દ્વારા સંયુક્ત રીતે આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. અન્ય દાવેદાર તરીકે નાઇજીરિયાનું અબુજા શહેર પણ દોડમાં હતું, પરંતુ કોમનવેલ્થ સ્પોર્ટ્સના ઇન્ટરિમ પ્રેસિડેન્ટ ડા. ડોનાલ્ડ રુકારેએ બંને પ્રસ્તાવોને “પ્રેરણાદાયી” ગણાવ્યા પછી પણ અમદાવાદને પસંદગી મળી. નાઇજીરિયાને ૨૦૩૪ના ગેમ્સ માટે સપોર્ટ કરવાની વ્યૂહરચના બનાવવામાં આવશે.
આ નિર્ણય ભારતની ૨૦૩૬ ઓલિÂમ્પક્સની દાવેદારીને પણ મજબૂત કરશે, જે પણ અમદાવાદમાં જ યોજાવાની યોજના છે. કોમનવેલ્થ સ્પોર્ટ્સે ભારતના “ગર્વાળા રમતગમતી ઇતિહાસ” અને “ભારે મેડલ ટેબલ પ્રદર્શન”ની પ્રશંસા કરી છે. ગુજરાત સરકારે પણ આને “લાંબા ગાળાની રમતગમત વિઝન” તરીકે ગણાવી છે, જે યુવાનોને પ્રોત્સાહન આપશે અને આર્થિક વિકાસને વેગ આપશે. આગામી મહિનાઓમાં વધુ વિગતો જાહેર થશે, પરંતુ આજે ગુજરાત અને ભારત માટે ખરેખર ઐતિહાસિક દિવસ છે





