અમેરિકાના ૪૪ સાંસદોએ વિદેશ મંત્રી માર્કો રુબિયોને પત્ર લખીને પાકિસ્તાન આર્મીના ચીફ અસીમ મુનીર અને અન્ય અધિકારીઓ વિરુદ્ધ માનવાધિકાર ઉલ્લંઘન માટે તાત્કાલિક પ્રતિબંધો લગાવવાની માંગ કરી હતી. આ પત્ર ડેમોક્રેટના મહિલા સાંસદ પ્રમિલા જયપાલ અને સાંસદ ગ્રેગ કાસરના નેતૃત્વમાં લખવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં સરમુખત્યારશાહી વધી રહી છે. પત્રકારોને ધમકી આપવામાં આવી રહી છે, અપહરણ કરવામાં આવી રહ્યું છે અથવા દેશ છોડવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે.
આ સાંસદોએ આરોપ લગાવ્યો હતો કે પાકિસ્તાનમાં સેના સરકાર ચલાવી રહી છે. દેશમાં સામાન્ય લોકોના અધિકારોનું મોટા પાયે હનન થઈ રહ્યું છે. વિદેશમાં રહેતા પાકિસ્તાની-અમેરિકન નાગરિકોને પણ સરકાર વિરુદ્ધ બોલવા બદલ ધમકી આપવામાં આવી રહી છે.
આ પત્રમાં મુનીરના નેતૃત્વમાં લશ્કરી ભ્રષ્ટાચાર પર રિપોર્ટિંગ કર્યા પછી અમેરિકામાં રહેનારા પત્રકાર અહેમદ નૂરાનીના ભાઈઓનું અપહરણ કરી ટોર્ચર કરવામાં આવ્યા હતા અને સંગીતકાર સલમાન અહમદ, જેમના પરિવારનું પણ અપહરણ કરાયું હતું. તેમાં લશ્કરી અદાલતોમાં નાગરિકો પર કેસ, વિરોધ પ્રદર્શનોને દબાવવા અને મહિલાઓ, લઘુમતીઓ અને બલુચ કાર્યકરોને પરેશાન કરવાની વાત કરવામાં આવી છે.
કોંગ્રેસ ગ્લોબલ મેગ્નિટ્સ્કી પ્રતિબંધો, વીઝા પ્રતિબંધ, સંડોવાયેલા અધિકારીઓની સંપત્તિ ફ્રીજ કરવા અને ઈમરાન ખાન અને રાજકીય કેદીઓની મુક્તિની માંગ કરવામાં આવી છે .આ પત્રમાં રુબિયોને પાંચ સવાલો કરાયા હતા. જેમાં મુનીર પર હજુ સુધી કોઈ પ્રતિબંધો કેમ નથી લગાવ્યા, અમેરિકન નાગરિકોને ધમકીઓ પર જવાબ અને પાકિસ્તાની નેતાઓ અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચેની તાજેતરની બેઠકોનું સંચાલન સામેલ છે.






